ગૌરવ દવે/રાજકોટ : હોસ્પિટલ (Hospital) માંથી ઉત્પન્ન થતા બાયો-મેડિકલ વેસ્ટને યોગ્ય રીતે નાશ ન કરવામાં આવે તો તેના દ્વારા અનેક રોગ સ્પ્રેડ થઈ શકે, અને ખાસ કરીને કોરોનાના દર્દીઓનો મેડિકલ વેસ્ટ એ જીવતા બોમ્બ જેવો છે, તેમ રાજકોટ સિવિલ ખાતે બાયો-મેડિકલ વેસ્ટના હેડ અને નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ હિતેન્દ્ર જાખરીયા જણાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ના સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગ ખાતે કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવે છે, આ દર્દીઓની સારવાર દરમિયાન ઉત્પન્ન થતો મેડિકલ વેસ્ટ (Medical Waste) તેમજ સારવાર કરતા સ્ટાફની PPE કીટ, માસ્ક ગ્લોવ્ઝ મળીને ગત માસમાં કુલ 31,471 કિલો એટલે કે 31 ટન જ્યારે સિવિલના અન્ય વિભાગનો 10,744 કિલો વેસ્ટ ડિસ્પોઝ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ સિવિલમાં મ્યુકોરમાઇકોસીસના આટલા દર્દીઓ લઇ રહ્યા છે સારવાર, 30 દર્દીઓના થઇ ચૂક્યા છે મોત


કોવિડનો બાયો મેડિકલ વેસ્ટ માટે રાખવામાં આવતી વિવિધ ચોક્કસાઇ
કોવિડ (Covdi 19) વિભાગના વેસ્ટને કલર કોડ મુજબ અલગ અલગ બેગમાં સેફ્ટી માટે ડબલ બેગ રાખવામાં આવે છે. ત્યારબાદ સેન્ટ્રલ સ્ટોર સુધી લઈ જવા માટે ખાસ લિફ્ટ કે જેમાં દર્દી કે સ્ટાફ નહિ માત્ર વેસ્ટને જ લિફ્ટ દ્વારા સીધો સ્ટોરમાં લઈ જવામાં આવે છે. પી.પી.ઈ. કીટ (PPE Kit) પહેરેલા સ્ટાફ દ્વારા તેને ડિસઈન્ફેક્ટ કરી ત્યારબાદ નક્કી કરાયેલી એજન્સીના ખાસ ડેડીકેટેડ વેનમાં તેને અલગ અલગ કલર કોડ મુજબ મુકવામાં આવે છે. 


આટલું જ નહિ પરંતુ તેને કુવાડવા પાસે ખાસ જગ્યાએ ડિસ્પોઝ કરવાનો સમય પણ નિશ્ચિત હોય છે. આ સમયે અને જગ્યાએ અન્ય કોઈ મેડિકલ વેસ્ટ ડમ્પ તેમજ ડિસ્પોઝ કરવામાં આવતો નથી. હિતેન્દ્રભાઇ જણાવે છે કે, આખા સૌરાષ્ટ્રમાં રાજકોટ સિવિલ (Rajkot Civil) ખાતે રૂ.70 લાખના ખર્ચે ઇન્ડસ્ટ્રીયલ ઓવનનું સેટઅપ કરવામાં આવ્યું છે. જેમાં પ્લાસ્ટિક વેસ્ટ ભરેલા લાલ બેગને ડિસ્પોઝ કરતા પહેલા ડિસઈન્ફેક્ટ કરવામાં આવે છે.

આત્મનિર્ભરતાની ક્રાંતિ સર્જનાર અને ગુજરાતમાં 'કાકા' તરીકે જાણિતા કાંતિસેન-કાકાનું નિધન


વેસ્ટ મેનેજમેન્ટ માટે ખાસ ટ્રેનિંગ
વર્ષ 2006થી આ ક્ષેત્ર સાથે કાર્યરત હિતેન્દ્રભાઇ જણાવે છે કે, પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગ ખાતે ઉત્પન્ન થતો લીક્વીડ વેસ્ટ એટલે કે ટોયલેટ બાથરૂમના પાણી, ડાયાલીસીસ દરમિયાન ઉત્પન પ્રવાહી વેસ્ટને ઈન હાઉસ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ખાસ ટ્રીટમેન્ટ કરી આ પાણીનો ટોયલેટ ફ્લશ માટે પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે રહી જતો કચરો કોર્પોરેશનના ટાકા દ્વારા સક્શન કરી ખેંચી લેવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ પ્રોસેસથી એક ફાયદો એ થાય છે કે ઇન્ફેકેટેડ પાણી જમીન તળમાં જતું બચે છે. 


સિવિલ દ્વારા વર્ષમાં બે વાર ડોક્ટર્સ તેમજ સ્ટાફને ટ્રેનિંગ આપવામા આવે છે. એટલું જ નહિ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તેમજ જે એજન્સી આ વેસ્ટ લઈ જાય છે તેમના દ્વારા પણ ટ્રેનિંગ આપવામા આવે છે. રાજકોટ સિવિલ ખાતે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમ મુજબ વેસ્ટ મેનેજમેન્ટ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા સિવિલને સી.સી.એ. અને સી.ટી.ઈ. (કંટ્રોલ એન્વાયર્મેંટ) સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.


આ પ્રક્રિયામાં વેસ્ટ સેગ્રીગેશન સૌથી મહત્વનો ભાગ
સ્ટાફમાં કોઈ પણ વ્યક્તિને લોહી કે નીડલ ઈન્જરી વખતે ઇન્ફેક્શનથી બચાવવા ખાસ સ્પીલેજ કીટ અને નીડલ ઈન્જરી કીટ દરેક વોર્ડમાં ઉપલબ્ધ રાખવામાં આવે છે, જેથી કરીને ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફને કોઈ ગંભીર અસર ન થાય. વેસ્ટ સેગ્રીગેશન સૌથી મહત્વનો ભાગ હોવાનું જાખરીયા જણાવે છે.

'કોરોના' સામે રક્ષણ મેળવવા ડાંગ સહિત આસપાસના ગામોમા થશે "પંચતત્વ શુદ્ધિકરણ યજ્ઞ"

જેમાં મેડિકલ વેસ્ટને લાલ, પીળી, બ્લ્યુ અને વ્હાઈટ કલરની બેગમાં તેના પ્રકાર મુજબ ભરવામાં આવે છે. આ કલર કોડ મુજબ તેને અલગ અલગ રીતે ડિસ્પોઝ પ્રોસેસ કરવામાં આવે છે. ખાસ કરીને પ્લાસ્ટિક મટિરિયલ્સને લાલ બેગમાં, નીડલ્સ અને શાર્પનર વ્હાઈટ બેગમાં, ડ્રેસિંગ મટીરીયલ્સ જે બાળી શકાય છે તેને પીળી બેગમાં અને ઇન્જેક્શન વાયલ, કાચની બોટલ્સ વગેરે બ્લ્યુ કલરની બેગમાં પેકીંગ કરવામાં આવે છે.


48 કલાકમાં આ વેસ્ટ ડમ્પ થઈ જવું જરૂરી
સરકારી તેમજ ખાનગી તમામ હોસ્પિટલ્સ દ્વારા યોગ્ય રીતે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ થાય તે માટે તેમના સ્ટાફને ખાસ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. તેમજ તેના નિયંત્રણ માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નિયમ મુજબ 48 કલાકમાં આ વેસ્ટ ડમ્પ થઈ જવું જરૂરી છે. અયોગ્ય અમલીકરણ માટે દંડની જોગવાઈ પણ હોવાનું જાખરીયા જણાવે છે. કોરોના સંક્રમિત દર્દીની સારવાર જેટલી જ ચોકસાઈ તેના બાયો મેડિકલ વેસ્ટના નિયમન માટે લેવામાં આવતી તકેદારી થકી આજ સુધી કોઈ સાઈડ ઈફેક્ટ કે ગંભીર પરિણામ નહીં જોવા મળ્યાનું પ્રતીત થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube