ઝી ન્યૂઝ/દીવ: દીવ નગર પાલિકામાં ભાજપે મોટો ખેલ પાડી દીધો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આગામી નગરપાલિકાની ચૂંટણીને લઈ હાલ ચૂંટણીનો રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. આગામી જૂન મહિનામાં નગરપાલિકાની ચૂંટણી થનારી છે. કોંગ્રેસના દિગ્ગજ ગણાતા નેતાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં નગર પાલિકામાં નવા જુનીના એંધાણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીવ નગર પાલિકામા કુલ 13 બેઠકો છે જેમાં 10 કોંગ્રેસ પાસે અને 3 ભાજપના ફાળે હતી. છેલ્લા 10 વર્ષથી આ પાલિકા પર કોંગ્રેસનું શાસન હતું. જો કે આજે 7 સદસ્યો ભાજપમાં જોડાતા હવે કોંગ્રેસ પાસે 3 સદસ્યો જ બાકી રહ્યા છે. સામે પક્ષે ભાજપની બેઠકમાં વધારો થયો છે અને તેની બેઠક વધીને 10 થતા ભાજપ મજબૂત પક્ષ બન્યો છે. નોંધનીય છે કે હવે આગામી જૂન મહિનામા દીવ પાલિકાની ચૂંટણી યોજવા જઇ રહી છે. આવા ખરે ટાણે જ ભાજપે ખેલ પડી દીધો છે.


જો આવું બન્યું હોત તો ગુજરાતના અડધા યુવાનો નશાના કસ ખેંચતા થઈ જાત! મુન્દ્રા પોર્ટ પરથી કરોડોની વિદેશી સિગારેટ જપ્ત


આ વિશે મળતી માહિતી પ્રમાણે, વર્તમાન કાઉન્સિલર હરેશ પાચા છેલ્લી પાંચ ટર્મથી એટલે કે 25 વર્ષના લાંબા ગાળાથી કાઉન્સિલર છે, જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, તે જ રીતે દિનેશ સોલંકી પણ છેલ્લી બે ટર્મથી કાઉન્સિલર છે તે પણ ભાજપમાં જોડાયા હતા, સાથે રવિન્દ્ર સોલંકી, નિકિતા શાહ, ભાવના દૂધમલ, રંજન રાજુ તથા ભાગ્યવંતી ચૂનીલાલ વગેરે કાઉન્સિલરો ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે ઉષા મહિલા મંડળ, અને અન્ય 500 થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે. ભાજપે ઘોઘલા ફિશરમેન શેડ ખાતે કાર્યક્રમનું આયોજન કરી કોંગ્રેસના નેતાઓને કેસરી ખેસ પહેરાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.


ઉલ્લેખનીય છે કે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખને લાંબા સમયથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તેમના પર આવક કરતાં વધુ સંપત્તિનો કેસ હોવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત તેમણે દીવની પ્રખ્યાત કોહિનૂર હોટલનો કેટલોક ભાગ સરકારી જમીન પર વધાર્યો હતો.હવે કોંગ્રેસના 7 સભ્યોના જૂથે પક્ષપલટો કરતા દીવમાં કોંગ્રેસ તૂટી છે અને ભારતીય જનતા પાર્ટી મજબૂત થઇ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube