જો આવું બન્યું હોત તો ગુજરાતના અડધા યુવાનો નશાના કસ ખેંચતા થઈ જાત! મુન્દ્રા પોર્ટ પરથી કરોડોની વિદેશી સિગારેટ જપ્ત
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ના અધિકારીઓ દ્વારા વિકસાવવામાં આવેલી બાતમીના આધારે "હોટલ સપ્લાય, બેડ શીટ, પિલો કવર" તરીકે જાહેર કરાયેલા 40 ફૂટ કન્ટેનરમાં યુએઈથી મુન્દ્રા પોર્ટ પર આયાત કરાયેલ કન્સાઈનમેન્ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: આજકાલ 21મી સદીના યંગસ્ટર્સમાં ગુટખા અને તમાકુ તેમજ બીડી- સિગારેટનો કસ ખેંચવો એક શોખ બની ગયો છે. સરકારે જાહેર કરેલા નિયમો પ્રમાણે નશાકારણ કોઈ પણ આવી વસ્તુઓ વહેંચવી હોય તો પેકેટ પર જાહેર ચેવતણી આપતી જાહેરખબર હોવી અનિવાર્ય છે, તેમ છતાં અનેક વેપારીઓ પ્રતિબંધિત સિગારેટોનું બેફામ વેંચાણ કરતા હોય છે. વેપારીઓ પણ ગેરકાયદેસર રીતે વિદેશી સિગારેટનો જથ્થો લાવીને બ્લેકમાં વહેંચતા હોય છે. ત્યારે ગાંધીધામમાં એક મોટી માત્રામાં સિગારેટની ગેરકાયદેસર આયાત સાથે જોડાયેલી ઘટના સામે આવી છે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ના અધિકારીઓ દ્વારા વિકસાવવામાં આવેલી બાતમીના આધારે "હોટલ સપ્લાય, બેડ શીટ, પિલો કવર" તરીકે જાહેર કરાયેલા 40 ફૂટ કન્ટેનરમાં યુએઈથી મુન્દ્રા પોર્ટ પર આયાત કરાયેલ કન્સાઈનમેન્ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ઘોષિત માલને બદલે કન્સાઇનમેન્ટમાં "BBM પ્રાઇડ ફિલ્ટર કિંગ્સ" બ્રાન્ડ નામ ધરાવતી વિદેશી બ્રાન્ડની ફિલ્ટર કરેલી સિગારેટ (84,00,000) મળી આવી હતી. જેની અંદાજિત બજાર કિંમત ₹16.8 કરોડ થાય છે. જોગવાઈઓ હેઠળ માલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, 01.04.2022 ના રોજ કસ્ટમ્સ એક્ટ, 1962 તપાસ દરમિયાન તે પ્રાથમિક રીતે બહાર આવ્યું છે કે આગમન મેનિફેસ્ટમાં યુ.કે. ખાતે માલસામાનને વધુ ટ્રાન્સશિપમેન્ટ માટે મુંદ્રા ખાતે ડિસ્ચાર્જ કરવા માટે વિષયની માલસામાન જાહેર કરવામાં આવી હતી અને શિપિંગ એજન્ટે આ કન્સાઇનમેન્ટ ભારતમાં લાવવા માટે સમાંતર દસ્તાવેજો જારી કર્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘટનામાં એક સક્રિય સિન્ડિકેટ સંડોવાયેલ છે અને સિગારેટની દાણચોરીનું સંચાલન કરે છે. ભારત સરકારે તેની દાણચોરીના જોખમોને રોકવા માટે સિગારેટને સૂચિત માલ બનાવ્યો છે.
અત્યાર સુધી કરવામાં આવેલી પૂછપરછના આધારે DRI એ આ સંબંધમાં 06.05.22 ના રોજ 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાં ગાંધીધામ ખાતે ચાલતી શિપિંગ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને દુબઈ સ્થિત કન્ટેનર લાઇન કંપનીના ભાગીદારનો સમાવેશ થાય છે. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ગાંધીઘામથી અને બેંગ્લોરથી તેમના એક સહયોગીની આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે