અત્યાર સુધી 3.26 લાખ ખેડૂતોને 265 કરોડથી વધુની સહાય ચુકવવામાં આવીઃ કૃષિમંત્રી
મીડિયા સાથે વાત કરતા કૃષિમંત્રીએ કહ્યું કે, 20 જિલ્લાના આશરે 3.26 લાખ કરતા વધુ ખેડૂતોના ખાતામાં સહાયરૂપે 265 કરોડ કરતા વધુની ચુકવણી કરવામાં આવી છે.
ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે ખેડૂતોએ નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ પેઠે 3700 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ સહાય માટે 15 લાખ 7 હજાર 598 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ માહિતી રાજ્યના કૃષિ મંત્રી આરસી ફળદુએ આપી છે. કૃષિમંત્રીએ કહ્યું કે, આજ સુધીમાં કુલ 3 લાખ 26 હજાર 215 ખેડૂતોના ખાતામાં 265 કરોડથી વધુની રકમ જમા કરાવી દેવામાં આવી છે.
20 જિલ્લાના ખેડૂતોને મળ્યો લાભ
મીડિયા સાથે વાત કરતા કૃષિમંત્રીએ કહ્યું કે, 20 જિલ્લાના આશરે 3.26 લાખ કરતા વધુ ખેડૂતોના ખાતામાં સહાયરૂપે 265 કરોડ કરતા વધુની ચુકવણી કરવામાં આવી છે. કૃષિમંત્રીએ કહ્યું કે, કુલ 15 લાખ ખેડૂતોએ અરજી કરી છે. આ પ્રક્રિયા હજુ 31 ઓક્ટોબર સુધી ચાલવાની છે. જે પણ ખેડૂતો બાકી હોય તેમણે નોંધણી કરાવી દેવી જોઈએ.
મગફળીની ખરીદી પર બોલ્યા કૃષિમંત્રી
રાજ્યમાં 21 તારીખથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થવાની હતી પરંતુ રાજ્ય સરકારે પાંચ દિવસ મોડી ખરીદી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે વાત કરતા કૃષિમંત્રીએ કહ્યું કે, હજુ વરસાદ ચાલુ હોવાથી કેટલીક એપીએમસીએ કહ્યું કે, વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે. એટલે મગફળીની ટેકાના ભાવે ખરીદી 5 દિવસ મોડી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પેટાચૂંટણીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવશે ભાજપ, રૂપાણી-પાટીલ સંયુક્ત સભા કરશે
ફળદુએ કહ્યુ કે, ભેજવાળી મગફળી હોય તો ખરીદાય નહીં એટલે ખેડૂતોને નુકસાન થાય. આ ટેકનિકલ કારણોસર ખરીદી 5 દિવસ બાદ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
શાકભાજી વાળાને છત્રી આપવાનો નિર્ણય કર્યો
આરસી ફળદુએ જણાવ્યું કે, રાજ્ય સરકારે ફેરિયા શાકભાજી વાળાને છત્રી આપવાનો નિર્ણય કર્યો છે. જેથી તેઓ પણ તડકામાં ન બેસે અને શાકભાજી પણ સારૂ રહે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube