રાજ્યનાં 5500 રસ્તાઓ ધોવાતા 400 કરોડથી વધારેનું નુકસાન, નવરાત્રી સુધીમાં તમામ રસ્તાઓ પર `થિગડ થુગડ` કરી દેવાશે
ભારે વરસાદના કારણે રાજ્યમાં 5500 જેટલા રસ્તાઓ ધોવાઇ ગયા છે. રસ્તાઓ ધોવાવાને કારણે અંદાજે 350-400 કરોડ રૂપિયાથી વધારેનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. નીતિન પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં રસ્તાની બિસ્માર સ્થિતી અંગે રિવ્યુ મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નવરાત્રીથી દિવાળી સુધીમાં તમામ રસ્તાઓને રિપેરિંગ કરી દેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ નુકસાન અંગેની માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં ભારે વરસાદના કારણે 1022 કિલોમીટરના રસ્તાઓ તત્કાલ રિપેરિંગ કરવાની સ્થિતી પેદા થઇ છે.
અમદાવાદ : ભારે વરસાદના કારણે રાજ્યમાં 5500 જેટલા રસ્તાઓ ધોવાઇ ગયા છે. રસ્તાઓ ધોવાવાને કારણે અંદાજે 350-400 કરોડ રૂપિયાથી વધારેનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. નીતિન પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં રસ્તાની બિસ્માર સ્થિતી અંગે રિવ્યુ મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નવરાત્રીથી દિવાળી સુધીમાં તમામ રસ્તાઓને રિપેરિંગ કરી દેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ નુકસાન અંગેની માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં ભારે વરસાદના કારણે 1022 કિલોમીટરના રસ્તાઓ તત્કાલ રિપેરિંગ કરવાની સ્થિતી પેદા થઇ છે.
કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા અને તેમનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો
3379 કિલોમીટરના રસ્તાઓ પર મેટલ અને પેચવર્કની જરૂરિયા છે. 9301 કિલોમીટરના રસ્તાઓનુ સરકાર દ્વારા રિપેરિંગ કામ કરાવવામાં આવશે. કોન્ટ્રાક્ટરની જવાબદારી વાળા 9301 કિલોમીટર રસ્તા વાહન ચલાવવા યોગ્ય જ રહ્યા નથી. જેને ટુંક સમયમાં મોટરેબલ કરવાની કામગીરી થશે. મોટા ખાડા, મેટલ વર્કની કામગીરી, ડામર પેવર ખાનગી ઇજારેદારોને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વરસાદ બંધ થતાની સાથે જ સમગ્ર રાજ્યમાં રસ્તાનું કામ યુદ્ધનાં ધોરણે હાથ લેવામાં આવશે.
અમદાવાદના હાઈપ્રોફાઈલ પોપ્યુલર બિલ્ડર કેસમાં નવો વળાંક, પુત્રવધુ પાસેથી બળજબરીથી સહી લેવામાં આવી
આ અંગે ભારત સરકાર દ્વારા sdrf રાજ્ય સરકાર પોતાનાં એમ બંન્ને પોતાનું ફંડ એકત્રિત કરીને 30 જેટલા નેશનલ હાઇવેને મેઇન્ટેન્સ સ્થિતી લાવવાની સંપુર્ણ તૈયારી થઇ ચુકી છે. સૌરાષ્ટ્રના રાજકોટ-સોમનાથથી ભાવનગર સુધીનો રેસ્તો નેશનલ હાઇવેની જવાબદારીમાં આવે છે. જરૂર પડ્યે રસ્તાનું રિટેન્ડરિંગ પણ કરવામાં આવશે. આ જ રીતે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના રસ્તાઓનું કામ પણ હવે ઝડપથી પુર્ણ કરવામાં આવશે.
મેટ્રો પ્રોજેક્ટમાં મોટું અચિવમેન્ટ, 6.51 km ની ભૂગર્ભ ટનલનું કામ થયું પૂર્ણ
નાયબ મુખ્યમંત્રીઓએ રોડ રસ્તાના કામમાં કોઇ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે રાજ્યનાં ચીફ એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઓફીસમાં વહીવટી કામકાજ કરવાનાં બદલે તમામને ફિલ્ડમાં જવા માટેનો આદેશ આપ્યો છે. શુક્ર,શનિ અને રવિવાર ત્રણ દિવસ જિલ્લામાં ચાલતા કામકાજની મુલાકાત લઇને કામની ગુણવત્તાનું ચેકિંગ કરવા માટેનો આદેશ આપ્યો છે. રાજ્યમાં ચાલતા રોડ રસ્તાના કામકાજ માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દર 15 દિવસે રિવ્યુ બેઠક કરશે. જેમાં દરેક એન્જિનિયરે પોતાનાં જિલ્લા અંગેની માહિતી આપવાની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર