ભરત ચૂડાસમા/ભરૂચ :હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે, તો બીજી તરફ કોરોનાનો કહેર છે. આવામાં વારંવાર અપીલ કરવામાં આવે છે કે, રમઝાન (ramadan 2020) ની ઉજવણી ઘરમાં રહીને કરવી. કોરોના સંક્રમણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતા વાર લાગતી નથી. તેમ છતાં લોકો લોકડાઉનના નિયમોનું પાલન કરતા નથી. ત્યારે ગઈકાલે મોડી સાંજે  ભરૂચમાં આવી જ એક ઘટના બની હતી. ભરૂચમાં લોકડાઉન વચ્ચે ફુરજા બંદર નર્મદા નદી કાંઠે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. મોટી માત્રામાં ભેગા થયેલા લોકો પાછળ પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો. જેના બાદ નાસભાગ મચી હતા. પોલીસે અસંખ્ય લોકોને નદી કાંઠેથી ભગાડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ ચારેબાજુ રમઝાનની ઉજવણી બંધ છે, તેથી ભરૂચના ફુરજા બંદર પાસે રહેતા મુસ્લિમો મોડી સાંજે રમઝાનની ઉજવણી કરવા નર્મદા નદીના કાંઠે પહોંચી ગયા હતા. લોકડાઉનના કારણે ઇદ પર રસ્તાઓ કે બગીચાઓમાં ફરવા ન જઇ શકતા લોકો નર્મદા નદીના પટમાં પહોંચ્યા હતા. જોતજોતામાં અહી હજારોની સંખ્યામાં મુસ્લિમો પહોંચી ગયા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતા જ આખો કાફલો પહોંચી ગયો હતો અને લોકોને નદી કાંઠેથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો. તો પોલીસને જોઈને જ લોકોએ દોટ મૂકી હતી, જેને પગલે નાસભાગ પણ થઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર