અલકેશ રાવ/બનાસકાંઠા: આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તેને લઇ સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ ઉભો થયો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના રતનપૂર ગામે યોજાઈ રહેલી શ્રીમદ ભાગવત કથા રામમય બની છે. જ્યાં કથામાં પહોંચેલી હજારો મહિલાઓએ પોતાના હાથમાં પ્રભુ શ્રીરામના નામની મહેંદી મૂકી જય જય શ્રી રામના નાંદે કથા ગુંજવી પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને દિવસે સમગ્ર દેશમાં રજા જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતો સાવધાન; આ સમાચાર વાંચીને બેસી જશે છાતીના પાટિયા, એક જ રાતમાં ચિત્ર બદલાયું!


500 વર્ષથી દેશમાં વસતા રામભક્તો જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી નજીક આવી છે. અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું વિશાળ મંદિર તૈયારી થઇ રહ્યું છે. અને આગામી 22 મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામલલ્લા રામ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. જેને લઇ સમગ્ર દેશ રામમય બન્યો છે. 


10-12 જાન્યુઆરીએ ગાંધીનગરના આ રસ્તાઓ રહેશે બંધ, વાઈબ્રન્ટ માટે પોલીસનું જાહેરનામું


દેશમાં રામ ભક્તોના ઘરે પ્રભુ શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અક્ષત પહોંચાડવામાં આવ્યા છે જેને લઇ દેશના ગામે ગામ પ્રભુ શ્રી રામ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના રતનપુર ગામે છેલ્લા છ દિવસથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે અને કથાને છઠ્ઠે દિવસે આજે કથામાં પહોંચેલી હજારો બહેનોએ પોતાના હાથમાં શ્રી રામના નામની મહેંદી કંડારી ભગવાન શ્રીરામ પ્રત્યેનો પ્રેમ ઉજાગર કરી જય જય શ્રી રામના નાદ ગુંજાવતા સમગ્ર ભાગવત કથા રામમય બનેલી જોવા મળી. 


આગામી સપ્તાહે ત્રિગ્રહી યોગનો શુભ સંયોગ, બુધ, સૂર્ય અને મંગળ આ 5 જાતકોને અપાવશે લાભ


તો સાથે જ પ્રભુ શ્રીરામના અયોધ્યામાં મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવને લઈને ઘેલી બનેલી મહિલાઓએ રાજ્ય સરકાર અને ભારત સરકાર સમક્ષ એક માંગ પણ કરી છે કે 500 વર્ષની રાહ જોયા બાદ દેશમાં આ મહાઉત્સવ આવ્યો છે ત્યારે ત્યારે 22 મી જાન્યુઆરીએ પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર દેશમાં રજા જાહેર કરવામાં આવે.


અજય દેવગનની ફિલ્મ રેઈડ 2 ની રિલીઝ ડેટ જાહેર, આ તારીખ અમય પટનાયકની થશે એન્ટ્રી