Raid 2: અજય દેવગનની ફિલ્મ રેઈડ 2 ની રિલીઝ ડેટ જાહેર, આ તારીખ અમય પટનાયકની થશે એન્ટ્રી

Raid 2: વર્ષ 2018માં રીલિઝ થયેલી અજય દેવગનની ફિલ્મ 'રેઈડ' તે સમયે હિટ સાબિત થઈ હતી. ત્યારે આ વર્ષે દર્શકોને ફિલ્મી પડદે ફરીથી અમય પટનાયક જોવા મળશે. જી હાં 'રેઈડ 2' ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે.

Raid 2: અજય દેવગનની ફિલ્મ રેઈડ 2 ની રિલીઝ ડેટ જાહેર, આ તારીખ અમય પટનાયકની થશે એન્ટ્રી

Raid 2: બોલિવૂડ એક્ટર અજય દેવગન વર્ષ 2024માં ઘણી ધમાકેદાર ફિલ્મોમાં જોવા મળશે. અજયના ફેન્સ તેની ફિલ્મ 'સિંઘમ અગેન'ની રાહ જોતા હતા, તેવામાં તેની બીજી ફિલ્મની સિક્વલની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2018માં રીલિઝ થયેલી અજય દેવગનની ફિલ્મ 'રેઈડ' તે સમયે હિટ સાબિત થઈ હતી. ત્યારે આ વર્ષે દર્શકોને ફિલ્મી પડદે ફરીથી અમય પટનાયક જોવા મળશે. જી હાં 'રેઈડ 2' ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: આયરા ખાનના ટ્રેડિશનલ મેરેજ પણ હશે હટકે, ઉદયપુરમાં શાહી લગ્ન, મુંબઈમાં ભવ્ય રિસેપ્શન
 
ટી સીરીઝ દ્વારા તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર અજય દેવગન સ્ટારર 'રેઈડ 2' નું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. પોસ્ટરના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, રાહ પુરી... અજય દેવગન 'રેઈડ 2'માં ઓફિસર અમય પટનાયક તરીકે ફરીથી જોવા મળશે. 15 નવેમ્બર 2024 ના રોજ. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા પોસ્ટરમાં એક વ્યક્તિના પગ દેખાય છે. 

રેઈડ 2 ફિલ્મનું શૂટિંગ સૌથી પહેલા મુંબઈમાં થશે. ત્યારપછી ફિલ્મના કેટલાક સીન દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં શૂટ થશે. રાજકુમાર ગુપ્તા આ ફિલ્મનું નિર્દેશન કરશે. ફિલ્મ 'રેઈડ 2'નું નિર્માણ કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, કૃષ્ણ કુમાર દ્વારા ટી સીરીઝ સાથે મળીને કરવામાં આવી રહ્યું છે.

જો કે રેઇડ 2 પહેલા અજય દેવગન 'સિંઘમ અગેઇન'માં જોવા મળશે. રોહિત શેટ્ટીની આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024 ના રોજ રીલિઝ થશે. ત્યારબાદ નવેમ્બરમાં રેઈડ 2 રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news