રવિ અગ્રવાલ, વડોદરા: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૂ થઈ રહી છે. ત્યારે વડોદરામાં ડીઈઓ તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. વડોદરામાં 85 હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જેના માટે સ્ટ્રોગ રૂમો પર પ્રશ્નપત્ર પણ આવી ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: હાઇ એલર્ટ વચ્ચે કચ્છ બોર્ડર પરથી ઘૂસણખોરી કરતો ઝડપાયો પાકિસ્તાની શખ્સ


વડોદરામાં ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને પરીક્ષાકેન્દ્રો પર બેઠક નંબર શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ડીઈઓ પોતે સ્ટ્રોગ રૂમો અને પરીક્ષા કેન્દ્રો જઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. વડોદરામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તેમજ પરીક્ષાર્થીઓને કોઈ જ મુશ્કેલી ન પડે તેની સૂચના તંત્ર ધ્વારા પરીક્ષા કેન્દ્રોના સંચાલકોને આપવામાં આવી રહી છે સાથે જ પરીક્ષા કેન્દ્રો અને તેની આસપાસના વિસ્તારોમાં કોઈ ઝેરોક્ષ મશીન ચાલુ ન રાખવાના પણ આદેશ કરાયા છે.


આવતી કાલથી ધો.10-12ના 18 લાખ વિદ્યાર્થીઓ ત્રીજી આંખની નજર હેઠળ આપશે પરીક્ષા


ડીઈઓ તંત્રના ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓને કોઈ અગવડ ન થાય તે માટે કોર્પોરેશન તંત્રએ પણ સુવિધા ઉભી કરી છે. કોર્પોરેશન તંત્રએ પરીક્ષા કેન્દ્રોની બહાર ટેન્ટ ઉભા કર્યા છે જેમાં પીવાના પાણીની સુવિધા સાથે બેસવા માટે ખુરશીઓમાં પણ મુકાઈ છે...જયારે પોલીસે પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારોમાં 144ની કલમ લગાવી છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...