હાઇ એલર્ટ વચ્ચે કચ્છ બોર્ડર પરથી ઘૂસણખોરી કરતો ઝડપાયો પાકિસ્તાની શખ્સ
બીએસએફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ખાવડા 1050 પિલર પાસેથી ભારતમાં ઘૂસણખોરી કરતા પાકિસ્તાની શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે બીએસએફ દ્વારા તેમનો કબ્જો લઈ વધુ તપાસ અર્થે બોર્ડર વિસ્તાર પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
Trending Photos
કચ્છ: રાજ્યમાં હાઇ એલર્ટ વચ્ચે કચ્છની બોર્ડર પર બીએસએફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ખાવડા 1050 પિલર પાસેથી ભારતમાં ઘૂસણખોરી કરતા પાકિસ્તાની શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે બીએસએફ દ્વારા તેમનો કબ્જો લઈ વધુ તપાસ અર્થે બોર્ડર વિસ્તાર પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
પુલવામા થયેલા આતંકી હુમલાનો એર સટ્રાઇક દ્વારા વળતો પ્રહાર કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. જેને લઇ બને દેશોની સરહદ વિસ્તાર પર હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત અને પાકિસ્તાનને અડીને આવતી બે સરહદ પર આતંકીઓ દ્વારા કોઇના કોઇ માર્ગ દ્વારા સરળતાથી ઘૂસણખોરી કરવામાં આવી શકે છે.
જેને લઇ હાઇ એલર્ટ વચ્ચે રાજ્યના સરહદીય વિસ્તાર પર બીએસએફના જવાનો દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છના ખાવડા 1050 પિલર પાસેથી ભારતમાં ઘૂસણખોરી કરી રહેલા પાકિસ્તાની શખ્સને બીએસએફના જવાનોએ પકડી પાડ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ પાકિસ્તાની શખ્સ ફેન્સિંગ વગરની બોર્ડર પરથી ઘૂસણખોરી કરી રહ્યો હતો.
સરહદ પર હાઇ એલર્ટ વચ્ચે પાકિસ્તાની શખ્સ ઝડપાતા સુરક્ષા કર્મીઓ અને ગુપ્તચર એજન્સિઓ હાઇ એલર્ટ થઇ ગઇ છે. હાલ આ ઘટનાને પગલે ઝડપાયેલા પાકિસ્તાની શખ્સનું બીએસએફ દ્વારા ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે અને સરહદીય વિસ્તારનું સઘંન પેટ્રોલિંગ શરૂ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે