• મતગણતરી સ્થળે મીડિયા કર્મીઓ સહિત ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ કર્મચારીઓ, ઉમેદવારો અને એજન્ટો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે

  • મત ગણતરી સેન્ટરમાં પ્રવેશ માટે કોવિડ ટેસ્ટ અથવા વેક્સીનના બંને ડોઝ લીધાનું સર્ટિફિકેટ પણ ફરજિયાત બનાવાયું છે


જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણીની આજે મત ગણતરી યોજાશે. આ પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધો ચૂંટણી જંગ છે. ગત 17 એપ્રિલના રોજ મોરવા હડફની પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ વોટ આપ્યા હતા. ભાજપે પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા નિમિષાબેન સુથારને ટિકીટ આપી છે, તો બીજી તરફ કોંગ્રેસે પાયાના જમીની કાર્યકર એવા સુરેશ કટારાને મેદાને છે. ત્યારે હવે આ જંગ કોણ જીતશે તે મતગણતરી પૂરી થયા બાદ જ ખબર પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મતગણતરી કેન્દ્રમાં ગણતરીના લોકોને એન્ટ્રી
કોવિડ ગાઇડલાઈનને અનુસરી મોરવા સરકારી વિનયન કોલેજ ખાતે મત ગણતરી કરવામાં આવશે. જેના માટે ત્રણ હોલમાં મતગણતરી કરવાનું આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યુ છે. બે હોલમાં 14 ટેબલ ઉપર ઇવીએમ અને એક હોલમાં પોસ્ટલ બેલેટ મતની ગણતરી કરાશે. આ માટે પોલીસ સહિત મત ગણતરીમાં જોતરાયેલા કર્મચારીઓ, ઉમેદવાર અને તેમના એજન્ટ અને મીડિયા કર્મીઓને જ મત ગણતરી કેન્દ્રમાં પ્રવેશ અપાશે. સેન્ટરમાં અંદર જવા માટે લેયર સિક્યુરીટીમાંથી પસાર થઈ પહોંચવું પડશે.


મતગણતરી કેન્દ્રમાં જવા માટે કોરોના ટેસ્ટ અને વેક્સીન ફરજિયાત 
જોકે, કોવિડ 19ની મહામારીને જોતા કોરોના ગાઈડલાઈનનું ફરજિયાતપણે પાલન કરવામાં આવનાર છે. મતગણતરી સ્થળે મીડિયા કર્મીઓ સહિત ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ કર્મચારીઓ, ઉમેદવારો અને એજન્ટો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે. મત ગણતરી સેન્ટરમાં પ્રવેશ માટે કોવિડ ટેસ્ટ અથવા વેક્સીનના બંને ડોઝ લીધાનું સર્ટિફિકેટ પણ ફરજિયાત બનાવાયું છે.