બ્રિજેશ દોશી/બ્યૂરો :આજે 17 એપ્રિલના રોજ મોરવા હડફ (Morva Hadaf) ની પેટાચૂંટણી (Byelection) ને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે 8 વાગ્યાના ટકોરે જ મતદાન શરૂ થઈ ગયું હતું. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ છે. ભાજપે પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા નિમિષાબેન સુથારને ટિકીટ આપી છે તો બીજી તરફ કોંગ્રેસે પાયાના જમીની કાર્યકર એવા સુરેશ કટારાને મેદાને ઉતાર્યા છે. ત્યારે સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઈન જોવા મળી રહી છે. કોરોના કહેર વચ્ચે પણ લોકો મતદાન કરવા પહોંચી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના મહામારી વચ્ચે યોજાઈ રહેલ પેટા ચૂંટણીને લઇ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે. દરેક મતદાન મથકોના કર્મચારીઓને ખાસ કોવિડ કીટ આપવામાં આવી છે. થર્મલ ગન, હેન્ડ સેનેટાઇઝર, હેન્ડ ગ્લોવ્ઝ, ફેસ શિલ્ડ, પીપીઈ કીટ સહિતની સામગ્રી આપવામાં આવી હતી. ચૂંટણી કર્મચારીઓને કોવિડને કારણે વિશેષ વ્યવસ્થા અપાઈ છે. 


મોરવા હડફ સરકારી કોલેજ ખાતેથી બંદોબસ્તની ફાળવણી કરાઈ છે. જેમાં 2 ડીવાયએસપી, 6 પીઆઈ, 6 પીએસઆઈ, ૩ એસઆરપી ટુકડી, 1 સીઆઈએફની કંપની, પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો મળી કુલ એક હજાર સુરક્ષા કર્મીઓ ફરજ બજાવશે. કોરોના મહામારી વચ્ચે યોજાઈ રહેલ પેટાચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.