• આદિવાસી માટે અનામત એવી મોરવા હડફની બેઠક પર સાચા આદિવાસીની લડાઈ છે

  • ભાજપની મીટિંગમાં 21 દાવેદારોમાંથી 4 મુખ્ય નામો પેનલમાં ફાઈનલ કરાયા

  • 4 નિરીક્ષકોએ કોંગ્રેસ પક્ષ તરફથી 11 જેટલા દાવેદારો સાથે ચર્ચા કરી


બ્રિજેશ દોશી/ગાંધીનગર :માંદગીના કારણે મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું થોડા સમય અગાઉ નિધન થતા ચૂંટણી પંચે આ બેઠક પર પેટાચૂંટણી (byelection) ની જાહેરાત કરી હતી. આગામી 17 માર્ચના રોજ આ પેટાચૂંટણી (morva hadaf byelection) યોજાવાની છે. ત્યારે ઉમેદવારોની પસંદગી માટે ગઈકાલે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. મોરવાહડફ બેઠકની પેટાચૂંટણી (byelection) માટે ભાજપમાં ઉમેદવારોના નામ પર ચર્ચા પૂર્ણ થઈ છે. 21 દાવેદારોમાંથી 4 મુખ્ય નામો પેનલમાં ફાઈનલ કરાયા છે. રમેશ ઝાલૈયા, વિક્રમ ડીંડોર, નિમિષાબેન સુથાર, મણિલાલ પારગીના નામો પર ચર્ચા થઈ રહી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે ભાજપની પ્રદેશ ચુંટણી સમિતિની બેઠક મળી હતી. જેમાં ગાંધીનગર મનપા અને મોરવા હડફના ઉમેદવારની પસંદગી માટે આ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. ચૂંટણી, નિરીક્ષકો અને શહેર- જિલ્લા પ્રમુખોની હાજરી મોરવાહડફ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ (bjp) માં ઉમેદવારોના નામ પર ચર્ચા પૂર્ણ થઈ હતી. જેમાં 21 દાવેદારોમાંથી 4 મુખ્ય નામો રમેશ ઝાલૈયા, વિક્રમ ડીંડોર, નિમિષાબેન સુથાર, મણિલાલ પારગી પર પ્રદેશ ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. 


આ પણ વાંચો : માસુમોના નજર સામે પિતાનું મોત, ભાઈએ નાનકડી બહેને જે રીતે સાંત્વના આપી તે જોઈ કોઈનું પણ હૈયુ પીઘળી જાય


આદિવાસી માટે અનામત એવી મોરવા હડફની બેઠક પર સાચા આદિવાસીની લડાઈ છે. જે ઉમેદવારોના નામની ચર્ચા ચાલી રહી છે તેમની પ્રોફાઈલ પર એક નજર કરીએ....


  1. રમેશ ઝાલૈયા તાલુકા પંચાયતના ઉમપ્રમુખ, સરપંચ એસોસિએશનના મહામંત્રી છે.

  2. વિક્રમ ડીંડોર 2017માં વિધાનસભા ચૂંટણી હાર્યા હતા. તો સાથે જ તેઓ અનેકવાર પક્ષપલટો કરી ચૂક્યા છે, હાલ જિલ્લા પંચાયતમાં ડેલિગેટ છે.

  3. નિમિષાબેન સુથાર વર્ષ 2012ની પેટા ચૂંટણીમાં ધારાસભ્ય બન્યા હતા. હાલ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે.

  4. મણિલાલ પારગી પૂર્વ નાયબ કલેક્ટર રહી ચૂક્યા છે, તેમના પત્ની હાલ તાલુકા પંચાયત માં ડેલીગેટ છે.


આ બેઠક પર મૂળ આદિવાસીનો મુદ્દો મહત્વનો છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ભુપેન્દ્ર ખાંટની જીત થઈ હતી, પણ તેઓ સાચા આદિવાસી ન હોવાના આરોપ સાથે એમની જીતને પડકારવામાં આવી હતી અને કોર્ટે પણ ભૂપેન્દ્ર ખાંટની વિરોધમાં ચુકાદો આપ્યો હતો. જો કે તેમના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ છે.


આ પણ વાંચો : માનવી આટલો ક્રુર પણ બની શકે, બુલડોઝર નીચે કચડી નાંખ્યા વિદેશી પક્ષીના 5 હજારથી વધુ ઈંડા


મણિલાલ પારગીનું નામ ચર્ચામાં આગળ 
હાલ મોરવા હડફની પેટાચૂંટણીમાં 1.5 વર્ષ કરતા ઓછા સમય માટે આ બેઠક પરથી ધારાસભ્ય બનવા માટે ભાજપમાં 21 દાવેદારો હતા. જેમાંથી 4 નામો પર ચર્ચા ચાલી રહી છે. જેમાંથી એક નામ પર મહોર લાગવાની પૂરેપૂરી શક્યતા છે. પૂર્વ નાયબ કલેક્ટર મણિલાલ પારગી સાંસદ જશવંતસિંહ ભાભોરના નજીકના વ્યક્તિ હોવાથી તેમને ટિકિટ મળે તેવા વધુ પ્રયાસો થઈ રહ્યા છે. જો કે આ અંગે ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિ આખરી નિર્ણય લેશે. મણિલાલ પારગીના પત્ની તાલુકા પંચાયતમ ડેલીગેટ હોવાથી એક જ પરિવારમાંથી 2 લોકોને ટિકિટ અપાશે કે કેમ તે મહત્વનો સવાલ છે. સૂત્રોનું માનીએ તો, મણિલાલ પારગીને વિધાનસભા લડવાની ટિકિટ મળે તો તેમની પત્નીનું રાજીનામું લેવાઈ શકે છે.


આ પણ વાંચો : ચાંદીની પીચકારીથી ઠાકોરજી રમ્યા હોળી, છંટાયો કેસૂડાનો રંગ


કોંગ્રેસમાંથી વનરાજસિંહ ડામોરનું નામ લગભગ નિશ્ચિત
તો બીજી તરફ, મોરવા હડફની પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ (congress) પણ એક્શનમાં આવી છે. વિધાનસભા બેઠક માટે દાવેદારી કરનાર સંભવિત દાવેદારોના સેન્સ લેવામાં આવ્યા છે. 4 નિરીક્ષકોએ કોંગ્રેસ પક્ષ તરફથી 11 જેટલા દાવેદારો સાથે ચર્ચા કરી છે. દરેક દાવેદારો અને તેમના સમર્થકો સાથે નિરીક્ષકોએ ચર્ચા કરી માહિતી મેળવી છે. કોંગ્રેસના નિરીક્ષકો તરીકે પ્રભાબેન તાવિયાડ, નારણભાઈ રાઠવા, ઘનશ્યામભાઈ ગઢવી, ભગુરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ તરફથી દાહોદના 7 વખત સાંસદ રહી ચૂકેલા સોમજી ડામોરના પુત્ર વનરાજસિંહ ડામોરનું નામ ઉમેદવાર તરીકે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. વનરાજસિંહ ડામોરની સાથે સુરેશભાઈ કટારા, કમળાબેન ડામોરના નામોની પણ સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચા થઈ રહી છે. 


આ પણ વાંચો : યુરોપ-દૂબઈના સપના બતાવીને લોકોના લાખો ખંખેરનાર ટુર સંચાલક ઠક્કર દંપતી પકડાયું


પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના સંયોજનથી અસ્તિત્વમાં આવતી મોરવા હડફ વિધાનસભા બેઠક ભૌગોલિક અને રાજકીય સમીકરણોની રીતે ઘણી વિસંગતતાઓ ધરાવે છે. આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી આદિવાસી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. અને એ જ મુદ્દે અહીં અનેકવાર વિવાદો સર્જાયા છે. ગત ટર્મના આ બેઠકના વિજેતા અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટને જાતિ પ્રમાણપત્ર રદ્દ થતા સસ્પેન્ડ કરાયા હતા. જે સમગ્ર મામલાને ભુપેન્દ્રસિંહે કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ આ વચ્ચે જ માંદગીના કારણે ભુપેન્દ્રસિંહ ખાંટનું થોડા સમય અગાઉ નિધન થયું હતું. જેના બાદ ચૂંટણી પંચે મોરવા હડફ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. આગામી 17 માર્ચના રોજ આ પેટાચૂંટણી યોજાવાની છે.