યુરોપ-દૂબઈના સપના બતાવીને લોકોના લાખો ખંખેરનાર ટુર સંચાલક ઠક્કર દંપતી પકડાયું

યુરોપ-દૂબઈના સપના બતાવીને લોકોના લાખો ખંખેરનાર ટુર સંચાલક ઠક્કર દંપતી પકડાયું
  • વડોદરામાં મુસાફરોનું લાખોનું ફુલેકુ ફેરવ્યા બાદ દંપતી રાજસ્થાન ફરાર થઈ ગયુ હતું. ત્યાંથી દોઢેક વર્ષ બાદ અમદાવાદ આવી ગયું હતું. તેના બાદ તેઓ નારણપુરા વિસ્તારમાં પોતાના ભત્રીજા સાથે રહેતા હતા

હાર્દિક દિક્ષીત/વડોદરા :વિદેશી ફરવા જવાના ખ્વાબ જોનારાઓના કરોડો રૂપિયાનું ઉઠામણું કરનાર સ્ટાર ટુર્સનું સંચાલક દંપતી આખરે ત્રણ વર્ષ બાદ ઝડપાયું છે. વર્ષ 2018 માં સંચાલક પુલીન ઠક્કર અને બિન્દ્રા ઠક્કરે કૌભાંડ આચર્યુ હતું. વિદેશની ટુરના નામે 100 થી વધુ ગ્રાહકોના 2 કરોડ ખંખેરીને ફરાર થઈ ગયા હતા. ત્યારે ત્રણ વર્ષ બાદ આ લબાડ દંપતી ઝડપાયું છે. વડોદરાથી ફરાર થયેલા આ દંપતીએ અમદાવાદમાં વસવાટ કરીને ટિફિન સર્વિસ શરૂ કરી હતી. બાતમીના આધારે પોલીસે દંપતીને પકડી લીધું છે. પોલીસે અગાઉ ત્રણ સંચાલકો ની કરી હતી ધરપકડ

પ્રાપ્ત માહિતી અનુસાર, પુલીન ઠક્કર અને પત્ની બિન્દ્રા ઠક્કર વડોદરાના મકરંદ દેસાઈ રોડ પર રહેતા હતા. તેઓ કારેલીબાગ વિસ્તારમાં સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય ચલાવતા હતા. વર્ષ 2017 અને 2018 માં તેમણે વિદેશની ટુરનું આયોજન કર્યું હતું. પોતાના ગ્રાહકો પાસેથી યુરોપ અને દૂબઈમાં ટુર ઓર્ગેનાઈઝ પેકેજ બનાવ્યું હતું. જેના માટે 60 લાખથી વધુ રૂપિયા એકઠા ક્રયા હતા. જોકે રૂપિયા ખંખેર્યા બાદ દંપતીએ ટુરનું પ્લાનિંગ કર્યું ન હતું, અને દંપતી ત્યાંથી ફરાર થઈ ગયું હતું. આ બાદ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો : માનવી આટલો ક્રુર પણ બની શકે, બુલડોઝર નીચે કચડી નાંખ્યા વિદેશી પક્ષીના 5 હજારથી વધુ ઈંડા 

ઠક્કર દંપતી સામે વડોદરા અને ભરૂચ પોલીસ સ્ટેશનમાં મળીને કુલ 5 પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ બાદ અમદાવદા ક્રાઈમ બ્રાન્ચને બાતમી  મળી હતી કે, વડોદરાનું વોન્ટેડ ઠક્કર દંપતી નાણપુરા વિસ્તારમાં રહે છે. તપાસ કરતા જાણવા મળ્યું કે, આ દંપતી નવરંગ સ્કૂલ રોડ પર સ્ટેટ બેંક ઓફ સોસાયટીના એક મકાનમાં રહે છે. ત્યારે પોલીસે બંનેને પકડી પાડ્યા હતા. 

આ પણ વાંચો : માસુમોના નજર સામે પિતાનું મોત, ભાઈએ નાનકડી બહેને જે રીતે સાંત્વના આપી તે જોઈ કોઈનું પણ હૈયુ પીઘળી જાય

ઠગ ઠક્કર દંપતીની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ખુલાસો થયો કે, વડોદરામાં મુસાફરોનું લાખોનું ફુલેકુ ફેરવ્યા બાદ દંપતી રાજસ્થાન ફરાર થઈ ગયુ હતું. ત્યાંથી દોઢેક વર્ષ બાદ અમદાવાદ આવી ગયું હતું. તેના બાદ તેઓ નારણપુરા વિસ્તારમાં પોતાના ભત્રીજા સાથે રહેતા હતા. અહી દંપતીએ ટિફિન સર્વિસ શરૂ કરી હતી. હાલ ક્રાઈમ બ્રાન્ચે આ દંપતિનો કબજો વડોદરા પલોીસને સોંપ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news