રાજકોટ : સૌરાષ્ટ્રમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ જામેલો છે. ખાસ કરીને 2 દિવસથી તો સતત ધમાકેદાર મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે. જુનાગઢ, ગીર સોમનાથ, દેવભુમિ દ્વારકા, અમરેલી અને રાજકોટમાં અતિભારે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રનાં 30થી વધારે ડેમોમાં પાણીની આવક જોવા મળી છે. ભાદર 1, ન્યારી, આજી અને શેત્રુંજી સહિતનાં સૌરાષ્ટ્રમાં મોટા ભાગનાં ડેમોમાં નવા નીરવી આવક થઇ રહી છે. જેથી નિચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. ધોધમાર વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં નદી નાળા અને ચેકડેમ છલકાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુનિતા યાદવના FB LIVE માં ફરી એકવાર બફાટ અને બણગા, PM મોદીથી લઇને અનેકને લપેટ્યાં

સૌરાષ્ટ્રમાં ભાદર ડેમ-1માં નવા નીરની આવક થઇ છે. ભાદર ડેમ 1 રાજકોટ, જેતપુર, ગોંડલ સહિતના શહેરોને પીવાનું પાણી પુરૂ પાડે છે. ભાદર-1 માં 8 ફુટ જેટલા નવાનીરની આવક થઇ છે. ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદનાં પગલે હજી પણ પાણીની આવક સતત થઇ રહી છે. ભાદર હાલ 50 કા જેટલો ભરાયો છે. 


અહો આશ્ચર્યમ ! સુરતમાં હવે રોબોટિક નર્સ કરશે કોરોનાના દર્દીઓની સારવાર

તો બીજી તરફ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં ગારીયાધાર, લીલીયા, લાઠી, બગસરા, બાબરા અને સાવરકુંડલા સહિતના તાલુકાઓમાં  ભારે વરસાદને પગલે આવક સતત થઇ રહી છે. ડેમ 34 ફુટે ઓવરફ્લો થયો છે. હાલ તેની સપાટી 30 ફુટ સુધી પહોંચી છે. આ ઉપરાંત ખોડીયાર ડેમ પણ 70 ટકા ભરાઇ ચુક્યો છે. 


ગુજરાત યુનિવર્સિટી: ટુંક સમયમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા યોજાશે
રાજકોટમાં ગઇકાલે ધોધમાર વરસાદ પડતા આજી નદીમાં જળબંબાકાર થઇ રહ્યો છે. આજી નદીમાં પાણીનો પ્રવાહ વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. રામનાથ પરા, બેડીપરા, ભગવતીપરા સહિત 5 જેટલા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર