• ચાર મહિનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ વિસ્તારના તમામ ઘર, દવાખાના, હોસ્પિટલમાં તપાસ કરી હતી. ગર્ભવતી મહિલાઓના રેકોર્ડ તપાસ્યા

  • બાળકીની હત્યા કરાયેલી લાશને પ્લાસ્ટિકમાં પેક કરી બાથરૂમમાં મૂકી દીધી હતી. સવારે પતિ આવે તે પહેલાં ડોર ટુ ડોર કલેક્શનની ગાડીમાં ફેંકી દીધી


ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના એલિસબ્રિજમાં કચરા પેટીમાંથી મળેલા મૃતક બાળકનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી કે, કોચરબ ગામની જ મહિલાએ બાળકીને જન્મ આપી તેનુ ગળું દબાવી હત્યા કરી હતી. મહિલાને અનૈતિક સંબંધોથી બાળકી થઈ હતી, જેનો આવી રીતે અંત આણ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ ચાર મહિનામાં તપાસ કરી
આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કોચરબ વિસ્તારાં ડોર ટુ ડોર કલેક્શનની ગાડીમાં એક નવજાત બાળકી મૃત હાલતમાં મળી હતી. બાળકીનો મૃતદેહ પ્લાસ્ટિકની થેલીમાં વીંટળાયેલો હતો. કલેક્શનમાં બાળકી મળી આવતા આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે પોલીસે તપાસના ઘોડા દોડાવ્યા હતા. ચાર મહિનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ વિસ્તારના તમામ ઘર, દવાખાના, હોસ્પિટલમાં તપાસ કરી હતી. ગર્ભવતી મહિલાઓના રેકોર્ડ તપાસ્યા હતા. જેમાં મહિલાનો ભાંડો ફૂટ્યો હતો.


આ પણ વાંચો : કોણે છુપાવ્યું કુકર્મ? ફુલ સમાન નવજાત દીકરીને મોતના હવાલે નદી પાસે નોંધારી મૂકી


મહિલાએ આખી બાદ બાળકીની લાશ બાથરૂમમાં પેક કરીને મૂકી હતી 
અનૈતિક સંબંધોથી ગર્ભવતી બન્યા બાદ બાળકીને જન્મ આપી મહિલાએ બાળકીનું ગળું દબાવી હત્યા કરી હતી. મહિલાએ પોલીસ પૂછપરછમાં કહ્યુ કે, મહિલાના લગ્ન ચાર વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના લક્ષ્મીપુરમાં થયા હતા. તે તેના પતિ સાથે 6 મહિના પહેલા અમદાવાદમાં રહેવા આવી હતી. તેનો પતિ સિક્યુરિટી કંપનીમાં નોકરી કરે છે. મહિલાને અનૈતિક સંબંધોથી ગર્ભ રહ્યો હતો. 


આ પણ વાંચો : કોરોનાની બીજી લહેર શાંત થતા જ અમદાવાદીઓ બન્યા બેખોફ, ટોળે વળીને બિન્દાસ્ત ફરતા દેખાયા


13 ફેબ્રુઆરીના રોજ પતિ નોકરીએ ગયો હતો ત્યારે તેને પ્રસવ પીડા ઉપડી હતી. જેમાં તેને દીકરીનો જન્મ થયો હતો. પરંતુ પતિ આ દીકરીને નહિ સાચવે તે ડરથી તેણે દીકરીની હત્યા કરી હતી. તેણે દીકરીનું ગળુ દબાણી હત્યા કરી હતી. તેણે બાળકીની હત્યા કરાયેલી લાશને પ્લાસ્ટિકમાં પેક કરી બાથરૂમમાં મૂકી દીધી હતી. સવારે પતિ આવે તે પહેલાં ડોર ટુ ડોર કલેક્શનની ગાડી આવી હતી તેમાં ફેંકી દીધી હતી.