સત્યમ હંસોરા/રાજકોટ: આજે દેશભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. કુદરત બધે પહોચી શકતો નથી એટલે જ કદાચ તેણે માતાનું સર્જન કર્યું હશે. ક્યારેક અચાનક ઠેસ લાગે લાગે ત્યારે મોઢામાંથી સૌથી પેહલો શબ્દ ‘મા’ નીકળે છે. માતાની મમતા તેમજ તેનું વાત્સલ્ય અજોડ છે. એટલેજ તો કેહવાય છે ‘મા તે મા બીજા બધા વગડા ના વા...’જનમોજનમ પણ માતૃઋણ ચુકી શકાતું નથી. જેને ન આપી શકાય તે કોઈ ઉપમા એટલે ’મા’ આવીજ વાતને ખરી રીતે રીતે સાબિત કરી બતાવી છે ક્રિકેટર રવીન્દ્ર જાડેજા ના પત્ની રીવાબા જાડેજા... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રીવાબા જાડેજાને આપે ક્રિકેટ સ્ટેડીયમ પર ચીયર્સ કરતા જોયા છે.સામાજીક કાર્યક્રમ માં માં પણ જોયા હશે પણ રીવાબા એક માતા તરીકે પોતાના બાળક ને કઈ રીતે સમય આપે છે એ વાત થી આપ અજાણ હસો..રીવાબા જાડેજા ને પુત્રી છે જેનું નામ નીધ્યના છે...રીવાબા તાજેતર મજ બીજ્પી માં જોડાયા સાથો સાથ રાજપૂત કરણી સેના ના ગુજરાત મહિલા પ્રમુખ તરીકે ને જવાબદારી નિભાવી રહ્યા છે. નીધ્યના જન્મ સમયે રીવાબાને ઘણી મુશ્કેલી પડતી હતી. પરંતુ સમયની સાથે તેઓ પરિપક્વ થઇ ગયા અને એક બેસ્ટ મધર તરીકે તેઓ સામે આવ્યા.


રાજ્યમાં મગફળી તુવેર બાદ હવે બહાર આવ્યું ખાત કૌભાંડ, કોંગ્રેસે કરી જનતા સાથે રેડ


રવીન્દ્ર જાડેજા ક્રિકેટને લઇને બહાર જ હોઈ છે એટલે નીધ્યનાની પૂરી જવાબદારી રીવાબા ઉપર હોઈ છે. અને રીવાબાની માતાની વાત કરવામાં આવે તો તેઓને એકની પરંતુ બબ્બે માતાઓ મળી છે. રીવાબાના માસી રીવાબાના માતા સમાન છે. કારણ કે, રીવાબા જેટલા તેના માતાથી ક્લોઝ છે એટલા જ તેના માસીથી પણ નજીક છે રીવાબા માટે કોઈ બજારમાં રાત્રે પણ દોડીને તેમનું મનપસંદ ફૂડ લેવા જાતું હોઈ તો એ એમના માસી છે.


નેટ બેન્કિંગનો ઉપયોગ કરનારા લોકો સાથે લાખોની છેતરપિંડી કરનાર 5 શખ્શની ધરપકડ
 
રીવાબા બીજેપી તેમજ કરણી સેના સાથે જોડાયેલા હોવાથી અવાર નવાર તેઓ ને કાર્યક્રમમાં જવાનું હોય છે ત્યારે આ બધાની સાથો સાથ તેઓ નીધ્યનાને પણ એક માતા તરીકેનો પૂરો સમય આપે છે. આટલી બીઝી લાઈફમાં રીવાબ ઘણી વાર થકાન મેહસૂસ કરે છે. પણ નીધ્યના સાથેની 5 મિનીટનો મસ્તી ભર્યો સમય રીવાબાની થકાન દુર કરી તેના મુખ પર સ્માઈલ લાવી આપે છે. રીવાબા તેમની માતા થી તેમના પરિવારમાં સૌથી વધુ નજીક છે આજે પણ જયારે તેમની માતાને અમે રીવાબ વિષે પૂછ્યું ત્યારે તેમની આંખો માંથી આશુ વેહવા લાગ્યા હતા અને ભાવુક થઇ ગયા હતા.



મધર્સ ડે ના આજના દિવસે રીવાબા એ એક સંદેશો આપ્યો હતો કે દરેક માતાએ પોતાના બાળક માટે સમય આપવો જોઈએ બાળક સાથેમાં તરીકે સબંધની સાથો સાથો તેની સાથે મિત્ર જેવો પણ સબંધ બનાવવો જોઈએ.