નેટ બેન્કિંગનો ઉપયોગ કરનારા લોકો સાથે લાખોની છેતરપિંડી કરનાર 5 શખ્શની ધરપકડ
નેટ બેન્કિંગ કરનારા લોકો અને લોન માટે કોંલિંગ આવતા હોય તેવા લોકેએ સાવધાન રહેવાની જરૂર છે. ઠગાઈ કરીને લોન માફિયાઓ ફેક કોલ કરી લાખો રૂપિયાની છેતરપીંડી ફોન કે મેસેજ મારફતે જ કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો હતો જેમાં 5 આરોપીઓને સાયબર સેલે ઝડપી લીધા છે.
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ: નેટ બેન્કિંગ કરનારા લોકો અને લોન માટે કોંલિંગ આવતા હોય તેવા લોકેએ સાવધાન રહેવાની જરૂર છે. ઠગાઈ કરીને લોન માફિયાઓ ફેક કોલ કરી લાખો રૂપિયાની છેતરપીંડી ફોન કે મેસેજ મારફતે જ કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો હતો જેમાં 5 આરોપીઓને સાયબર સેલે ઝડપી લીધા છે.
લાખો રૂપિયાની છેતરપીંડી આચરનારા જયારે પણ તમને કોલ આવે છે અને લોભામણી જાહેરાતો આપે છે. અને તમે ભોળવાઈ રહ્યા છેએ અન્ય કોઈ નહિ પરંતુ આવા જ ઠગ લોકો હોય છે. થોડા સમય અગાઉ સાયબર સેલને અરજી મળી હતી કે, લોન આપવાના બહાને તેની સાથે છેતરપીંડી થઇ છે. જે આધારે તપાસ કરતા આ ગુનેગારોનું લોકેશન દિલ્હી ખાતે મળતા સાયબર સેલ દ્વારા દરોડા પાડી આરોપીઓને ઝડપી લીધા છે. જેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવામાં આવતા મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે.
આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે છેલ્લા ૧ વર્ષથી આ કોલ સેન્ટર ચલાવતા હતા. અને તેના ટાર્ગેટ પર માત્ર ગુજરાત નહિં પરંતુ 14 રાજ્યો હતા અને તે તમામ રાજ્યોમાં કોલ કરી લોકોને લોકોને છેતરતા હતા. આરોપીઓએ પણ કબુલાત કરી છે કે, છેલ્લા 1 વર્ષથી કોલ સેન્ટર સંચાલક કે જે હાલમાં આ કેસમાં વોન્ટેડ છે. તે લીડ મેળવી આપતો હતો અને કોલ કરવા માટે સ્ક્રીપ્ટ પણ આપતો હતો. જેના આધારે લોકોને લોન આપવાની લાલચ આપી પ્રોસેસ ફી પેટે 20 થી 25 હજારની રકમ લેતા હતા. એક વખત રૂપિયા આવી ગયા બાદ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી ડેટા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે