અતુલ તિવારી/અમદાવાદ : હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં સાઇબર ક્રાઇમ કુદકેને ભુસકે વધે છે. જો કે પોલીસ પાસે ટેક્નોલોજી નિષ્ણાંતો ઓછા હોવાને કારણે કેટલાક ગુના વણઉકેલ્યા જ રહી જાય છે. જો કે હવે પોલીસ વધારે સજાગ અને સતર્ક બની રહી છે. રાજ્યનાં તમામ જિલ્લાઓમાં બનતા સાઇબર ગુન્હાઓને ઉકેલી શકાય તે માટે પોલીસ વધારે સતર્ક બની છે. રાજ્યનાં તમામ જિલ્લાઓમાં સાયબર સિક્યોરિટી સેલની ટીમ કાર્યરત થશે. આ માટે પોલીસ વિભાગ દ્વારા જીટીયુ સાથે એમઓયુ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video : કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે ચોટીલામાં સિંહ પહોંચશે, એકસાથે 2 સિંહોના આંટાફેરા
મારા ભક્તોની ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે, આ હિંદુઓ પરનો હુમલો છે
પોલીસ વિભાગ અને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી વચ્ચે થયેલા એમઓયુ અનુસાર સાયબર સિક્યોરિટીનાં ગુના ઉકેલવા માટે જીટીયુ દ્વારા મદદ કરવામાં આવશે. આ માટે જીટીયુ પોતાનાં સાઇબર સિક્યોરિટી ક્ષેત્રનાં વિદ્યાર્થીઓને પોલીસ સાથે સંકલન કરશે. જીટીયુનાં નિષ્ણાંત વિદ્યાર્થીઓ સાયબર ગુના ઉકેલવા માટે પોલીસની મદદ આવશે. હાલ કેટલાક ચોક્કસ જિલ્લાઓમાં પાઇલોટ પ્રોજેક્ટ મુકવામાં આવશે. જો તે સફળ રહેશે તો તમામ જિલ્લાઓ અને ત્યાર બાદ તાલુકા લેવલ સુધી આ સેવા પહોંચાડાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube