આશ્રમમાં ગોરખધંધાનો પર્દાફાશ થતાં નિત્યાનંદ અકળાયો, વીડિયોમાં આપી ધમકી...
હું પરમશિવ છું અને મારા કૈલાશવાસીઓને પરેશાન કરનારા લોકો જાણે છે કે મને ઝુકાવવો હોય તો મારા ભક્તોને પરેશાન કરશે તો જ હું ઢીલો પડીશ
Trending Photos
અમદાવાદ : અમદાવાદના હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં કથિત રીતે ગોંધી રખાયેલ પોતાની પુત્રીને મળવા માટે છેલ્લા 3 દિવસથી રઝળી રહેલા બેંગ્લુરૂના પરિવારને આશ્રમ સંચાલકો દ્વારા સતત રંઝાડ કરવામાં આવી રહી છે. આ મુદ્દો હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલો છે. જો કે આ મુદ્દે આશ્રમ સંચાલક નિત્યાનંદ ભેદી રીતે મૌન હતો. પરંતુ આજે તેણે એક વીડિયો દ્વારા જણાવ્યું કે, અમારા અનુયાયીઓ શ્રેષ્ઠ છે. તેમાં પણ ગુજરાતનાં અનુયાયીઓ સર્વશ્રેષ્ઠ છે. પરંતુ તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતનાં ભક્તો સર્વોચ્ચ છે તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે.
પોતાની જાતને પરમ શિવ ગણાવતા નિત્યાનંદે જણાવ્યું કે, મારા પર હુમલો કરે તો હું નક્કર થઇને સહી લઇશ. પરંતુ જો કોઇ મારા ભક્તો પર હુમલો કરશે તો હું નહી સહી શકું. એટલા માટે જે મને ટાર્ગેટ બનાવવા માંગે છે તેઓ મારા ભક્તોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. તેઓ મને ઝુકાવવા માટે મારા ભક્તોને પરેશાન કરી રહ્યા છે. જો કે મારા ભક્તો ખુબ જ અસાધારણ છે. ગુજરાતનાં મારા ભક્તો શિસ્તબદ્ધ, સત્યનિષ્ઠ અને અસાધારણ ભક્તો છે. મારા ગુજરાતનાં ભક્તો શ્રેષ્ઠ છે. મીડિયા દ્વારા તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જો કે હું મારા ગુજરાતી ભક્તોનો આભારી છું કે તેઓ ખુબ જ શાંતિ જાળવીને બેઠા છે અને મારી વિરુદ્ધ ષડયંત્ર કરી રહેલા લોકોને મૌન રહીને જવાબ આપી રહ્યા છે. જો કે મીડિયા તેમને નિશાન ન બનાવે તે માટે તેમનાં નામ નથી લઇ રહ્યો.
સતત આવી રહેલા ભૂકંપના આંચકા માટે વધુ વરસાદ કારણભૂત છે, જુઓ શું કહ્યું એક્સપર્ટે...
નિત્યાનંદ આશ્રમ પહોંચી SIT ટીન, પોલીસ વડાની કડક સુચના
નિત્યનંદિતાની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશનની રચના કરવામાં આવી છે. સીટ દ્વારા શકમંદ પ્રવૃતી મુદ્દે આશ્રમમાં તપાસ ચાલુ કરવામાં આવી છે. નિત્યનંદિતા જ્યાં શંકાસ્પદ રીતે અવર જવર કરતી હતી તેવી પુષ્પક સિટીમાંથી નિત્યાનંદિતાની વસ્તુઓ જપ્ત કરી હતી. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ એસપી રાજેન્દ્ર અસારી અને આઇજી એકે જાડેજાને ગાંધીનગર બોલાવી તપાસ અંગે માહિતી મેળવી અને બંન્ને યુવતીઓને તત્કાલ શોધવા માટેની પણ સુચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સીટમાં 2 dysp, 2 pi, 2psi, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે