ઉત્તર ગુજરાતમાં આવશે શ્વેત ક્રાંતિ, દૂધ સાગર ડેરીના ડેનમાર્કની કોલ્ડ કોલેજ સાથે MOU
દૂધસાગર ડેરીની દૂરડા સંસ્થા સંચાલિત MIDFT કોલેજે યુરોપના ડેનમાર્કની કોલ્ડ કોલેજ સાથે શૈક્ષણિક આદાન પ્રદાનના માટે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે તાજેતરમાં એમઓયુ સાઇન કર્યા છે. ત્યારે મહેસાણા કોલેજના ડેરી ટેકના વિદ્યાર્થીઓને હવે યુરોપમાં ડેરી પેદાશની તાલીમ અને સંશોધન અભ્યાસની તક વધુ ખુલી છે.
તેજસ દવે/ મહેસાણા: દૂધસાગર ડેરીની દૂરડા સંસ્થા સંચાલિત MIDFT કોલેજે યુરોપના ડેનમાર્કની કોલ્ડ કોલેજ સાથે શૈક્ષણિક આદાન પ્રદાનના માટે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે તાજેતરમાં એમઓયુ સાઇન કર્યા છે. ત્યારે મહેસાણા કોલેજના ડેરી ટેકના વિદ્યાર્થીઓને હવે યુરોપમાં ડેરી પેદાશની તાલીમ અને સંશોધન અભ્યાસની તક વધુ ખુલી છે. ડેનમાર્ક પણ ડેરી પેદાશોમાં ખાસ્સી નામના ધરાવે છે. ડેરી પાસેથી સહકારી માળખું અને મહેસાણા ડેરી ડેન્માર્કના દૂધ સહિત પર રિસર્ચ કરીને નવું સોપાન સર કરશે. તેવા એધાંણ હાલમાં વર્તાઈ રહ્યા છે.
મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા તાજેતરમાં એક એમ.ઓ.યુ ડેનમાર્કની કોલેજ સાથે કર્યું છે દૂધ સાગર ડેરીના આ કાર્યથી ડેનમાર્કની સરકાર સાથે પણ MoU કરવાથી મહેસાણાના ગામડામાં દૂધ ઉત્પાદક વિદ્યાર્થીઓને આંતર રાષ્ટ્રીય કક્ષાની શિક્ષણ તાલીમ મેળવી શકશે. મહેસાણાનું દુધ હવે ડેરી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં મહત્વનો ફાળો આપશે જેથી મહેસાણા દૂધ સાગર ડેરી હવે વિશ્વ કક્ષાએ નામના મેળવી શકેશે સારું શિક્ષણ મેળવીને મહેસાણા દૂધ સાગર ડેરીમાં નવી ટેક્નિક થાકી સ્વેત ક્રાંતિ સર્જાશે.
અમરેલી સ્ટેટ હાઇવે પર દેખાયો 10 ફૂટ જેટલો મહાકાય મગર, વન વિભાગે કર્યું રેસ્ક્યું
મહેસાણા દૂધ સાગર ડેરી માં ભણતા વિદ્યાર્થી હવે ડેન્માર્કની કોલેજના વિદ્યાર્થીઓને સહકારી માળખા થકી દૂધનું ઉત્પાદન અંગે શીખ આપશે. જ્યારે ડેન્માર્કના વિદ્યાર્થીઓ મહેસાણા ડેરીને નવી ટેક્નિક થકી દૂધમાં ક્રાંતિ લાવવા મદદ રૂપ થશે. ગાંધીનગર કામધેનુ યુનિમાં કુલપતિ ર્ડા. એન.એચ. કેલાવાલા, ડીન ર્ડા. રામાણીની ઉપસ્થિતિમાં ડેનમાર્કની કોલ્ડ કોલેજના વડા સોરેન દાલહ સાથે MIDFT કોલેજના પ્રિન્સીપાલ ડીન ર્ડા.શુકલે એમઓયુ સાઇન તાજેતરમાં કર્યા હતા.
પાટણ: સ્વચ્છતા અભિયાનના નામે બનાવામાં આવતા શૌચાલયમાં બહાર આવ્યું લાખોનું કૌભાંડ
ડેનમાર્કના ઓડેન્સે પ્રાંતમાં આવેલી કોલ્ડ કોલેજ સમગ્ર ઉત્તર યુરોપમાં એકમાત્ર ડેરી શિક્ષણ અને તાલીમ આપતી કોલેજનો ભાગ હવે મહેસાણા દૂધ સાગર ડેરી પણ બની છે. મહેસાણા દૂધ સાગર ડેરીએ એમઓયુ થકી મહેસાણાના વિદ્યાર્થીઓને યુરોપમાં આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ તથા ડેરી પેદાશોમાં નવીન સંશોધન કરવાની તક મળશે જ્યારે ડેન્માર્ક એક એવો દેશ છે. જ્યાં દૂધ માટે ખાસ કાળજી અને ટેક્નિક થકી આજે સમગ્ર વિશ્વમાં દૂધ સીટી તરીકે ડેન્માર્ક ઓળખાતું થવા ગયું છે.
રાજકોટ: યુ-ટ્યુબ પર ટેકનીક શીખીને બુલેટની ચોરી કરતા એન્જીનિયરીંગના વિદ્યાર્થી ઝડપાયા
એક તરફ મહેસાણા દૂધસાગર ડેરીની દૂરડા સંસ્થા સંચાલિત MIDFT કોલેજમાં ભણતા વિદ્યાર્થીને શિક્ષણ આપીને દૂધ સાગર ડેરી આજે આગળ વધી રહી છે. તેવામાં હવે ડેન્માર્કનું શિક્ષણ મેળવીને મહેસાણા દૂધ સાગર ડેરીમાં હવે દૂધ સાગરની જેમ વહેશે તેવા એધાણ હાલમાં વર્તાઈ રહ્યા છે.