ઝી બ્યુરો/અંબાજી:  શક્તિપીઠ અંબાજીધામમાં માં અંબેના મંદિરમાં વહેંચાતો મોહનથાળના પ્રસાદ બદલે અન્ય પ્રસાદની વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવનારી હિલચાલ પણ મોહનથાળનો પ્રસાદ બંધ કરવા કોઈ જ આદેશ કરાયો નથી તેવું ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. યાત્રાધામ અંબાજી મંદિર પરિષરમાં 50 વર્ષ ઉપરાંતથી માં અંબેને મોહનથાળનો પ્રસાદ ધરાવીને શ્રદ્ધાળુઓ માટે વિતરણ વ્યવસ્થામાં મુકવામાં આવેલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીફ જસ્ટીશ બગડ્યા! મારી કોર્ટ, હું નક્કી કરીશ કે તે કેવી રીતે કામ કરશે: મને આદેશ ન..


હાલમાં પણ આ મોહનથાળનો પ્રસાદ વિવિધ કેટેગરીના બોક્સ પેકીંગમાં યાત્રિકોને નિયત કરેલા ભાવે વેચાણ કરવામાં આવે છે. જે દૂરદરાજથી આવતા યાત્રિકો હોંશેહોંશે માં અંબાને ધરાયેલા મોહનથાળનો પ્રસાદ સાથે પોતાના વતને લઇ જતા હોય છે.


વીર નર્મદ યુનિવર્સિટીના MBBS વિદ્યાર્થીઓ ડોબા નીકળ્યા, બીપી માપતા પણ નથી આવડતું 


મોહનથાળની એક પરંપરા પણ એવી રહી છે કે આજદિન સુધી મોહનથાળની બનાવટમાં સ્વાદનો કોઈ ફેર પડ્યો નથી ને વર્ષોથી એક જ સ્વાદમાં શુદ્ધતાની ખરાઈ સાથે વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી આવતા યાત્રિકો એક નહીં પણ અનેક બોક્સ સાથે લઈ જતા હોય છે. આ મોહનથાળના પ્રસાદની વિતરણ વ્યવસ્થા બંધ કરી અન્યપ્રસાદ વહેંચવા બાબતે કેટલાક માધ્યમોના અહેવાલના પગલે યાત્રિકોમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે. 


હોળી પર 30 વર્ષ બાદ શનિ-ગુરૂનો અદ્ભુત સંયોગ, આ 4 જાતકોને મળશે ખુશીના સમાચાર


અંબાજી મંદિરમાં વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની એક ઓળખ સમાન બની ગયું છે. જેને નાના બાળકોથી લઈ વૃદ્ધો સહીતના લોકો પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરતા હોય છે. જે મોહનથાળ એક આસ્થાનો ભાગ બની ગયું છે ત્યારે મોહનથાળનો પ્રસાદ બંધ ન કરવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે.


Chanakya Niti: સારી પત્ની પસંદ કરવા ચાણક્યના આ ગુણોને ધ્યાનમાં રાખો, આજીવન રહેશો ખુશ


જોકે હાલ તબક્કે આ પ્રસાદ બનાવવાની કામગીરી સ્થગિત કરાઈ છે. પણ મોહનથાળનો પ્રસાદ બંધ કરવા બાબતે કોઈ પણ જાતનો આદેશ કરવામાં આવ્યો નથી. હમણાં યાત્રિકોનો ઘસારો પણ અંબાજી મંદિરમાં ઓછો હોવાથી પ્રસાદના હજારો પેકેટ સ્ટોકમાં પડ્યા છે. હાલ આ પ્રસાદનો સ્ટોક પૂરો કરવા સૂચન કરાયું છે. આ પ્રસાદના સ્ટોક પૂર્ણ થયા બાદ ઉપલા અધિકારીઓનો જે રીતે આદેશ મળશે તે રીતે આગળની કામગીરી કરવામાં આવશે તેમ જણાવાયું છે.