ચીફ જસ્ટીશ બગડ્યા! મારી કોર્ટ, હું નક્કી કરીશ કે તે કેવી રીતે કામ કરશે: મને આદેશ ન આપો

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ (CJI DY Chandrachud) જબદરસ્ત બગડ્યા હતા. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) ના પ્રમુખ અને વરિષ્ઠ વકીલ વિકાસ સિંહને (Senior Advocate Vikas Singh) તેમને કડક ચેતવણી આપી અને કોર્ટની બહાર નીકળી જવા માટે આદેશ આપ્યો હતો.

ચીફ જસ્ટીશ બગડ્યા! મારી કોર્ટ, હું નક્કી કરીશ કે તે કેવી રીતે કામ કરશે: મને આદેશ ન આપો

ઝી ન્યૂઝ/નવી દિલ્હી: તમને ભાગ્યે જ જોવા મળ્યો એવા દ્રશ્યો સુપ્રીમમાં ભજવાયા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ (CJI DY Chandrachud) જબદરસ્ત બગડ્યા હતા. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) ના પ્રમુખ અને વરિષ્ઠ વકીલ વિકાસ સિંહને (Senior Advocate Vikas Singh) તેમને કડક ચેતવણી આપી અને કોર્ટની બહાર નીકળી જવા માટે આદેશ આપ્યો હતો. વાસ્તવમાં, ગુરુવારે, વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે SCBAને જમીન ફાળવણી સંબંધિત મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આ મુદ્દો છેલ્લા 6 વખતથી સૂચિબદ્ધ થઈ રહ્યો નથી.

જે પર મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ (CJI DY Chandrachud) એ કહ્યું કે આ મામલાને સામાન્ય ક્રમમાં સૂચિબદ્ધ કરવામાં આવશે. દિવસે કોઈપણ સમયે તમે આવો જ્યારે અમે ફ્રી હોઈએ. જેના જવાબમાં સિંહે કહ્યું કે, આવી સ્થિતિમાં આપણે મામલાને આગળ વધારવો પડશે. અમારે તમારા ઘરે આવવું પડશે. આ વાત પર ચીફ જસ્ટિસ ખૂબ ગુસ્સે થઈ ગયા.

CJIએ કહ્યું- તુરત જ કોર્ટ છોડી દો
બાર અને બેંચના અહેવાલ મુજબ, મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે એડવોકેટ વિકાસ સિંહ પર બૂમ પાડીને કહ્યું, "તમે તરત બેસી જાઓ અને ચૂપ રહો." ચીફ જસ્ટિસ અહીંથી ન અટક્યા. તેમણે વિકાસ સિંહને વધુમાં ચેતવણી આપી હતી કે તમે મારી કોર્ટમાંથી તાત્કાલિક બહાર નીકળી જાવ.

આવું કોઈએ અપમાન કર્યું નથી...
ચીફ જસ્ટિસે વધુમાં કહ્યું કે તમે એવું ન વિચારો કે અમારી બેંચ ડરી જશે. આ રીતે ક્યારેય કોઈનું અપમાન થયું નથી અને મારી કારકિર્દીના છેલ્લા 2 વર્ષમાં હું આવું થવા દઈશ નહીં.

જસ્ટિસ ચંદ્રચુડે આગળ કહ્યું- મેં મારો ચુકાદો આપી દીધો છે અને કૃપા કરીને કોર્ટ છોડી દો. હવે આગળની ચર્ચા 17 માર્ચે થશે અને તે આઇટમ નંબર વન પણ નહીં હોય. આના પર વિકાસ સિંહે કહ્યું- મિલોર્ડ! જેના પર CJIએ કહ્યું, ના... આઇટમ નંબર 1 હશે નહીં. તમારી સાથે પણ સામાન્ય પિટિશનર જેવું વર્તન કરવામાં આવશે.

ચીફ જસ્ટિસ ચંદ્રચુડે આગળ કહ્યું હતું કે, શું સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે તમારું વર્તન આ છે? તેના પર વિકાસ સિંહે કહ્યું કે, બારને હળવાશથી ન લઈ શકાય. જેના પર CJIએ કહ્યું કે મેં મારો સંપૂર્ણ ચુકાદો આપી દીધો છે… આ અંતિમ છે…. મામલો આગળ વધતો જોઈને જસ્ટિસ પીએસ નરસિમ્હાએ કહ્યું કે કૃપા કરીને તેને અહીં જ સમાપ્ત કરો. 'મારી કોર્ટ, હું નક્કી કરીશ કે તે કેવી રીતે કામ કરશે... મને આદેશ ન આપો...' 

CJIએ અગાઉ પણ ચેતવણી આપી હતી
તમને જણાવી દઈએ કે, તાજેતરના દિવસોમાં એડવોકેટ વિકાસ સિંહના વર્તન પર સુપ્રીમ કોર્ટે ઘણી વખત નારાજગી વ્યક્ત કરી છે. થોડા સમય પહેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એડવોકેટ વિકાસ સિંહની ટિપ્પણી પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે આ મારી કોર્ટ છે, હું જે પણ કરીશ તે પ્રેક્ટિસ હશે. કોઈએ મને ડિક્ટેટ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.

થોડા સમય પહેલા જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિ કુમારની ખંડપીઠે પણ એડવોકેટ વિકાસ સિંહ પર આકરી ટીપ્પણી કરી હતી અને કહ્યું હતું કે તમે પ્રેસિડન્ટ હશો પણ કોર્ટમાં જોરથી બોલશો નહીં કે ધમકાવવાનો પ્રયાસ કરશો નહીં. આવો જ એક કિસ્સો જસ્ટિસ દિનેશ મહેશ્વરી સાથે બન્યો હતો. ત્યારબાદ જસ્ટિસ દિનેશ મહેશ્વરીએ વિકાસ સિંહને ચેતવણી આપી હતી કે બાર એસોસિએશનના વરિષ્ઠ સભ્ય પાસેથી આવા વર્તનની કોઈ અપેક્ષા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news