બનાસકાંઠાઃ લોકસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ સાંસદો અને ધારાસભ્યો પણ સક્રિય થઈ ગયા છે. તેની સાથે જ હવે આજની પ્રજા પણ જાગૃત થઈ ગઈ છે. પોતે ચૂંટીને મોકલેલા ધારાસભ્યો કે સાંસદ સભ્યો જ્યારે 5 વર્ષ સુધી તેમના વિસ્તારમાં દેખાતા નથી ત્યારે પ્રજા પણ તેમને જવાબ આપવા અનોખી રીત અપનાવતી હોય છે. બનાસકાંઠામાં સાંસદના વિકાસકાર્યના બોર્ડ પર લોકોએ કૂચડો મારીને કંઈક આવો જ જવાબ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા બેઠક પર ભાજપના હરિભાઈ ચૌધરી સાંસદ તરીકે ચૂંટાયેલા છે. સાંસદ તરીકે ચૂંટાઈ ગયા બાદ સાંસદે પાંથાવાડા ગામને દત્તક લીધું હતું અને પોતાની સાંસધ નીથિમાંથી કેટલાક વિકાસકાર્યો અહીં કરાવ્યા હતા. આ વિકાસકાર્યો અંગે સાંસદના નામનું બોર્ડ પણ લગાવાયું હતું. 


લોકસભાની સાથે ધ્રાંગધ્રા અને માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર


જોકે, સાંસદ ચૂંટાયા બાદ તેમના વિસ્તારમાં જ્વલ્લે જ દેખાતા હોવાથી હવે જ્યારે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે પાંથાવાડા ગામના લોકોએ રોષે ભરાઈને તેમના સાંસદના વિકાસકાર્યના બોર્ડ પર લખવામાં આવેલી વિગતો પર કાળો રંગ લગાવીને અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....