સાંસદ મોહન કુંડારીયાનું ફેસબુક પેજ હેક; હેકરોએ નામ બદલી ‘NFT Blockchain’ કરી નાખ્યું, ક્રિપ્ટો કરન્સી વિશે પોસ્ટ મૂકી
હેકરોએ રાજકોટના સાંસદ મોહન કુંડારીયાનું ફેસબુક પેઈઝ હેક કર્યું હતું, ત્યારબાદ કુંડારિયાના પેઈજનું નામ બદલી ‘NFT Blockchain’ કરી નાખ્યું હતું. ભાજપના અગ્રણી નેતા અને રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનું ફેસબુક વેરિફાઇડ પેઈઝ ગઈકાલે હેક કર્યું.
હિમાંશુ ભટ્ટ/મોરબી: વિધાનસભાની ચૂંટણીનો હાલ રાજ્યમાં ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આપના નેતાઓ વચ્ચે હરીફાઈ જામી છે. આજે મોરબીમાં રહેતા અને રાજકોટના સાંસદ મોહન કુંડારીયાનું ફેસબુક પેઈઝ હેક થયું હોવાની માહિતી મળતા ખળભળાટ મચ્યો છે.
જાણવા મળી રહ્યું છે કે હેકરોએ રાજકોટના સાંસદ મોહન કુંડારીયાનું ફેસબુક પેઈઝ હેક કર્યું હતું, ત્યારબાદ કુંડારિયાના પેઈજનું નામ બદલી ‘NFT Blockchain’ કરી નાખ્યું હતું. ભાજપના અગ્રણી નેતા અને રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનું ફેસબુક વેરિફાઇડ પેઈઝ ગઈકાલે હેક કર્યું. એટલું જ નહીં, હેકરે ક્રિપ્ટો કરન્સી વિશેની પોસ્ટ પણ મોહનભાઈના પેઇઝ ઉપર મૂકી હતી.
જ્યારે મોહનભાઈ કુંડારિયાને આ વિશે સંપર્ક સાધીને પુછતા તેમણે જણાવ્યું હતું કે, મને ફેસબૂક પેઇઝ હેક થવાનો ખ્યાલ નથી. મારા ફેસબુક પેઇઝ હેન્ડલ કરનારનો સંપર્ક કરી પ્રતિક્રિયા આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube