નવનીત દલવાડી: કોરોનાકાળમાં ભાવનગર (Bhavnagar) આવતી જતી તમામ ટ્રેનો બંધ કરવામાં આવી હતી, જેમાં ભાવનગર-સુરેન્દ્રનગર (Bhavnagar-Surendranagar) અને ભાવનગર-બાંદ્રા ટ્રેન(Bhavnagar-Bandra Train) ને ફરી શરૂ કરવામાં આવી છે. જ્યારે હાલમાં કોરોના (Corona) ની સ્થિતિ ગુજરાત માં ખૂબ સારી છે કેસ સતત ઘટી રહ્યા છે, ત્યારે ભાવનગરના સાંસદ ભારતીબેન દ્વારા તમામ ટ્રેન પુન: કરવા અને તેના નિયત સમય પ્રમાણે ચલાવવા માંગણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર (Bhavnagar) ના સાંસદ ભારતીબેન રેલવે, હવાઇ સેવા જેવા પ્રશ્નોને હંમેશા વાચા આપતા રહે છે અને જેતે મંત્રાલયમાંથી મંજૂરી અપાવે છે. ત્યારે હાલ તો ભાવનગર ના સાંસદ ડૉ.ભારતીબેન શિયાળે રેલવે મંત્રી (Railway Minister) ને પત્ર લખી તમામ ટ્રેનો પુનઃ ચાલુ કરવા રજૂઆત કરી છે.

Kutch જ નહી દેશભરમાંથી અહીં કુદરતી સૌદર્ય નિહાળવા આવે છે લોકો, ખીણમાં વહેતા ધોધનું બેનમૂન સ્થળ


હરિદ્વાર સુધીની એક નવી ટ્રેન શરૂ કરવા પત્ર
ભાવનગર (Bhavnagar) ની જનતા ખૂબ ધર્મપ્રેમી છે, વાર તહેવારે દેવ દર્શનમાં ખબ માને છે, ત્યારે સાંસદ ડૉ. ભારતીબેન શિયાળે ધર્મપ્રેમી લોકો માટે ભાવનગર (Bhavnagar) થી હરિદ્વાર (Haridwar) ની એક નવી ટ્રેન શરૂ કરવા માટે રેલવે મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. બોટાદ-અમદાવાદ બ્રોડગેજ રેલવે સુવિધા શરૂ થતા અન્ય ટ્રેનના પણ જોડાણ ભાવનગરને મળી શકે તેમ છે. જેથી હરિદ્વાર સુધીની એક નવી ટ્રેન (Train) શરૂ કરવા તેમણે રજૂઆત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube