Kutch જ નહી દેશભરમાંથી અહીં કુદરતી સૌદર્ય નિહાળવા આવે છે લોકો, ખીણમાં વહેતા ધોધનું બેનમૂન સ્થળ

નખત્રાણા (Nakhtrana) થી 15 કિ.મી. દૂર પાલરઘુના ધોધ એના કુદરતી કોતરકામ અને એમાં જોશભેર વહેતા વરસાદી પાણીને કારણે સહેલાણીઓ માટે કાયમ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

Kutch જ નહી દેશભરમાંથી અહીં કુદરતી સૌદર્ય નિહાળવા આવે છે લોકો, ખીણમાં વહેતા ધોધનું બેનમૂન સ્થળ

રાજેન્દ્ર ઠાકર, ભુજ: પશ્ચિમ કચ્છ (Kutch) ના નખત્રાણા નજીક આવેલા ભુજ (Bhuj) થી 25 કિ.મી. દૂર કડિયા ધ્રો અને પાલરઘુના ધોધ (Palardhuna Waterfall) કાલે 2 ઇંચ વરસેલા વરસાદને પગલે ખળખળ વહી નીકળ્યા હતા. કુદરતી કોતરકામ ધરાવતા આ બંને ધોધ જોશભેર વહેતાં પાલર પાણીથી ખીલી ઊઠ્યા હતા. ન માત્ર પ્રકૃતિપ્રેમી, પરંતુ સૌ કોઈને આ નજારો અભિભૂત કરનારો બની રહે છે.

નખત્રાણા (Nakhtrana) થી 15 કિ.મી. દૂર પાલરઘુના ધોધ એના કુદરતી કોતરકામ અને એમાં જોશભેર વહેતા વરસાદી પાણીને કારણે સહેલાણીઓ માટે કાયમ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સારા વરસાદ બાદ ઊંડી ખીણમાં ભારે અવાજ સાથે પડતા પાલર પાણીના ધોધને જોવા લોકો ઊમટી પડે છે. ગઈકાલે પણ કુદરતી નજારો સર્જાતાં નજીકના વિસ્તારોમાંથી લોકો આ સ્થળે પ્રકૃતિ દર્શન માટે પહોંચ્યા હતા.

ભુજ (Bhuj) થી 25 કિ.મી. દૂર નખત્રાણા તાલુકાના કડિયા ધ્રો ગઈકાલે વરસાદ બાદ વહી નીકળ્યો છે. ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા અને 25 હજાર મીટરની ત્રિજ્યાવાળા આ સ્થળે વરસાદી પાણીની આવકથી નજારો રમણીય બની જાય છે. દર ચોમાસે આ સ્થળે ખીણમાં વહેતા ધોધથી બેનમૂન સ્થળ બની જાય છે. માત્ર કચ્છ (Kutch) ના જ નહીં, પરંતુ દર વર્ષે અહીં દેશભરમાંથી પર્યટકો વરસાદને પગલે કુદરતી સૌંદર્ય નિહાળવા ઊમટી પડે છે. આ ધોધનું પાણી નિરોના ડેમમાં એકત્ર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news