Surat News ચેતન પટેલ/સુરત : ઐતિહાસિક નગરી સુરતમાં ખોદકામ દરમિયાન એક સમયે યુદ્ધમાં હથિયાર તરીકે વપરાતા તોપના નાળચા મળી આવ્યા છે. સુરતમાં મેટ્રો કામગીરીને લઈ ચોક બજાર વિસ્તારમાં ખોદકામ ચાલી રહ્યું છે. જેમાં ઐતિહાસિક કિલ્લાની બરાબર સામે આ ખોદકામ દરમિયાન તોપના નાળચા મળ્યા છે. ત્યારે સુરત શહેર મેયર હેમાલી બોઘાવાલાએ સ્થળ પર પહોંચીને તોપના નાળચાની પરખ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના ચોક બજાર વિસ્તારનો ઈતિહાસ સાથે સંબંધ છે. સુરતમાં મોગલ કાળનો ઈતિહાસ હજી પણ જીવંત છે. તેથી જ તેના પુરાવારૂપે વસ્તુઓ મળતી રહે છે. ત્યારે મેટ્રો લાઇનના ખોદકામ દરમિયાન આજે ચોક બજારથી કોર્પોરેશન તરફ જતા વચ્ચે આવતા પેટ્રોલ પંપ પાસેથી ઐતિહાસિક ટોપ મળી આવી છે. ખોદકામ સમયે મુઘલ કાળની ત્રણ તોપ મળી આવી છે. આ વાતની જાણ થતા જ સુરતના મેયર હેમાલી બોઘાવાલા સ્થળ પર દોડી ગયા હતા.


તોપની પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે, તે મુઘલ કાળ સમયની છે. આ બાબતે પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી હતી. મળેલી ત્રણેય તોપ મુઘલ સલ્તનત અને અંગ્રેજોના સમયની હોવાની ચર્ચા છે. ત્યારે હાલ ત્રણેય તોપને સુરતના કિલ્લામાં રાખવામાં આવી છે. તોપના નાળચાને ઐતિહાસિક કિલ્લામાં પ્રદર્શની માટે મુકવામાં આવશે.


ત્યારે સુરતમાંથી સતત મળતી ઐતહાસિક વસ્તુઓ પુરાવા આપે છે કે, સુરતનો ઈતિહાસ કેટલો ભવ્ય છે.