ઝી બ્યુરો/મહેસાણા: કોરોનાકાળ દરમિયાન નાકમાં થતો મ્યુકર માઈક્રોસીસના કેસોનું પ્રમાણ વધ્યું હતું. અઢી વર્ષ બાદ મહેસાણામાં આ રોગે દેખા દેતા ખળભળાટ મચી ગયો છે. જી હા... કોરોનાકાળ બાદ અઢી વર્ષે મહેસાણામાં મ્યુકર માઈક્રોસિસનો કેસ નોંધાયો છે. 55 વર્ષીય આધેડના નાકમાં ફંગસ થતા 3 સર્જરીઓ કરાઈ હતી. ત્યારબાદ અમદાવાદ ખાતે સર્જરી બાદ દર્દીને મહેસાણા સિવિલમાં સારવાર ચાલુ કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'રાજપૂતો ભેગા મળી રૂપાલાને હરાવો', આખરે જામ સાહેબે મૌન તોડી ક્ષત્રિયોને કર્યો હુંકાર


મહેસાણામાં મ્યુકર માઈક્રોસિસનો કેસ નોંધાતા દર્દી માટે અલગથી આઇસોલેશન વોર્ડ પણ ઊભો કરાયો છે. 3 તબીબોની ટીમ આ કેસ પર સતત મોનીટરીંગ કરી રહી છે. રૂપિયા 3000નું એક એવા 30 ઇન્જેક્શન સરકારી ક્વોટામાં મંગાવી દર્દીની સારવાર શરૂ કરાઇ છે.


વિજાપુરમાં જામશે ક્ષત્રિય Vs પટેલનો જંગ, જાણો કોંગ્રેસ કયા ઉદ્યોગપતિને ઉતારશે મેદાને


આ વિશે મળતી માહિતી પ્રમાણે મહેસાણા પંથકમાં રહેતા 55 વર્ષના આધેડને નાકમાં ફંગસ થઈ જતાં અમદાવાદ ખાતે મ્યુકર માઈક્રોસીસ થયું હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ એક સર્જરી કર્યા બાદ ફરીથી ફેલાવો થતાં ત્રણ વખત ઓપરેશન કરાયું હતું. મોંઘાં ઇન્જેક્શન સહિતની સારવાર પરિવારને પોસાય તેમ ન હોવાથી દર્દીને વધુ સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા.


'જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો...', સુરત સહિત દેશમાં 52 સ્થળોએ બોમ્બ ગોઠવ્યાનો


સિવિલ સર્જન ડો.ગોપીબેન પટેલ દ્વારા તાત્કાલિક જગ્યાનો અભાવ હોવા છતાં અલગથી આઇસોલેશન વોર્ડ ઊભો કરી રૂ.3000નું એક એવાં 30 ઇન્જેક્શન સરકારી ક્વોટામાં ભાવનગરથી મગાવીને ડો.રશ્મિન પટેલ, ડો.ધરમસિંહ દેસાઈ અને ડો.રાજન ચૌધરી સહિતની ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરાઈ હતી.


'રૂપાલાના નિવેદનનો મને આઘાત લાગ્યો પરંતુ હું ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છું'