Mukesh Ambani Video: દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જામનગરમાં પ્રિ વેડિંગ ફંક્શનનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રિ વેડિંગ ફંક્શન 1 માર્ચથી લઇ 3 માર્ચ સુધી જામનગરમાં ચાલશે. જોકે આ પ્રી વેડિંગ ફંક્શન શરૂ થાય તે પહેલા મુકેશ અંબાણીએ પોતાના પરિવાર સાથે જામનગરમાં જ અન્ન સેવાનું આયોજન કર્યું હતું. જેમાં મુકેશ અંબાણી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પોતાના હાથે ગ્રામજનોને ભોજન કરાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Scuba Diving: જાણો ભારતમાં ક્યાં ક્યાં કરી શકાય છે સ્કુબા ડાઇવિંગ અને કેટલો થાય ખર્ચ


અન્ન સેવાના આયોજનમાં ગ્રામજનોએ રાધિકા અને અનંતનું ભવ્ય રીતે સ્વાગત પણ કર્યું અને તેને આશીર્વાદ પણ આપ્યા. જોકે આ અન્ન સેવાના કાર્યોમાં મુકેશ અંબાણીનો અસ્સલ ગુજરાતી અંદાજ પણ જોવા મળ્યો. દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ હોવા છતાં આ અન્નસેવા માં તેમની સાદગી ઉડીને આંખે વળગી. મુકેશ અંબાણીનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને જોઈને સૌ કોઈ કહી રહ્યા છે કે દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિને અભિમાન જરા પણ નથી અને તે પોતાના મૂળ પણ ભૂલ્યા નથી.


થયું એવું કે અન્ન સેવાના આયોજન દરમ્યાન એક વ્યક્તિ પોતાના ઘરેથી ભોજન બનાવીને મુકેશ અંબાણી માટે લાવ્યો હતો. ત્યારે મુકેશ અંબાણીએ પણ તે વ્યક્તિનું માન રાખ્યું અને તેના ઘરે બનાવેલા ભજીયાની મજા માણી હતી. 


Kitchen Tips: અનાજમાં આખું વર્ષ નહીં પડે ધનેડા, સ્ટોર કરતી વખતે ફોલો કરજો આ ટીપ્સ


જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ પાસે જોગવડ ગામમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના સભ્યો પહોંચ્યા હતા અને તેમણે આખા ગામના લોકોને ગુજરાતી ભોજન કરાવ્યું હતું. આ અન્ન સેવામાં અંબાણી પરિવાર એ 51 હજાર લોકોને ભોજન કરાવ્યું હતું. આ અન્ન સેવા આગામી કેટલાક દિવસો સુધી ચાલતી રહેશે. 


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનની સંસ્થાપક નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન એનકોર હેલ્થ કેરના સીઈઓ વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે. અનંત અને રાધિકા નાનપણના મિત્રો છે અને ડિસેમ્બર 2022માં રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં તેમની સગાઈ કરવામાં આવી હતી. જ્યારે તેમના પ્રિ વેડિંગ ફંક્શનનું આયોજન જામનગર ખાતે 1 થી 3 માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે.