• મુકેશ અંબાણી કાર કેસમાં ઉપયોગમાં લેવાયેલા સીમકાર્ડ અમદાવાદથી મેનેજ કરાવવામાં આવ્યા હતા

  • ફેક્ટરી માલિકે પોતાના કર્મચારીઓના નામે સીમકાર્ડ લીધા હતા. તેને એક્ટિવેટ કરાવીને મુંબઈ મોકલ્યા હતા 


ઉદય રંજન/અમદાવાદ :મનસુખ હિરેન હત્યા કેસ (Mansukh Hiren Case) ના તપાસના તાર અમદાવાદ સુધી પહોંચ્યા છે. મનસુખ હત્યામાં ઉપયોગ કરાયેલ મોબાઈલ સીમ કાર્ડ અમદાવાદમાંથી મળી આવ્યા છે. મુંબઇ એટીએસની તપાસમાં ખુલાસો થયો કે, 5 ડમી સીમકાર્ડની ખરીદી અમદાવાદથી કરવામાં આવી છે. ત્યારે મુંબઇ એટીએસની ટીમે અમદાવાદમાં સીમકાર્ડને લઈને તપાસ શરૂ કરી છે. સાથે જ 14 સીમ કાર્ડ આપનાર વ્યક્તિની મુંબઈ ATSએ ધરપકડ કરી છે.  મુંબઈ ATSએ વ્યક્તિની અટકાયત કરી તેને ગુજરાતથી મુંબઈ લઈ ગઈ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના ધનવાન મુકેશ અંબાણીની ઘર પાસેથી વિસ્ફોટકથી મળેલી કારની તપાસના તાર અમદાવાદ સુધી પહોંચી ચૂક્યા છે. હાલ સચીન વઝે (Sachin Vaze) ને કારણે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. આ કેસમાં રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. ત્યારે કેસમાં ષડયંત્ર માટે ઉપયોગમાં લેવાયેલા સીમકાર્ડ અમદાવાદથી ખરીદવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. મહારાષ્ટ્ર ATS એ મનસુખ હિરેન (Mansukh Hiren) મામલામાં વિનાયક શિંદે અને બુકી નરેશને પકડી પાડ્યા છે. નરેશે 14 સીમકાર્ડ ગુજરાતમાંથી ખરીદ્યા હતા. એક સીમકાર્ડ વિનાયક શિંદે અને એક સચીન ઝેને આપ્યા હતા. આ સમગ્ર પ્રકરણ દરમિયાન સચીન વઝેએ સીમકાર્ડનો ઉપયોગ કર્યો હતો. હવે ATS એ એ શખ્સને ગુજરાતમાંથી ઉઠાવ્યા છે, જેણે આ 14 સીમકાર્ડ નરેશને આપ્યા હતા. 


આ પણ વાંચો : ગુજરાતના 22 મુસાફરો યાત્રાધામ ઋષિકેશમાં સુપરસ્પ્રેડર બન્યા, કોરોના પોઝિટિવ નીકળ્યા


કોણે આપ્યા હતા સીમકાર્ડ
તપાસમાં બહાર આવ્યું કે, મુકેશ અંબાણીની કાર કેસમાં ઉપયોગમાં લેવાયેલા સીમકાર્ડ અમદાવાદથી મેનેજ કરાવવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદની જીઆઈડીસીમાં ફેક્ટરી ધરાવનાર એક વેપારીનું આ કનેક્શનમા નામ ખૂલ્યું છે. આ વેપારી મુંબઈના બુકી સાથે સંપર્કમાં હતો. બુકીએ જ વેપારીને સીમકાર્ડ એરેન્જ કરવા કહ્યુંહતું. જેથી ફેક્ટરી માલિકે પોતાના કર્મચારીઓના નામે સીમકાર્ડ લીધા હતા. એટલુ જ નહિ, તેને એક્ટિવેટ કરાવીને મુંબઈ મોકલી આપ્યા હતા. ત્યારે હાલ વેપારીની ધરપકડ કરવામાં આવી છે. આ દિશામાં પૂછપરછ બાદ અનેક ખુલાસા થઈ શકે છે. 


અમદાવાદના વેપારીનું નામ કેવી રીતે ખૂલ્યું
મુંબઈ પોલીસે હત્યાકેસમાં જે બે આરોપીની ધરપકડ કરી છે તેમાં બુકી નરેશ ઘોરે પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મનસુખની હત્યા પહેલાં તેણે પાંચ સિમકાર્ડ અલગ-અલગ નામે અમદાવાદથી ખરીદ્યા હતા. આ સિમકાર્ડ ખરીદવાની સૂચના એનઆઈએ દ્વારા જેની ધરપકડ કરવામાં આવી તેવા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેના કહેવાથી ખરીદ્યા હતા. પાંચ પૈકી એક સિમકાર્ડનો ઉપયોગ ખુદ સચિન વાઝે પણ કરી રહ્યા હતા.


આ પણ વાંચો : ગુજરાત સરકારના એક નિર્ણયથી રંગ-પીચકારી વેચતા વેપારીઓની જિંદગી બેરંગ બની 



(મુકેશ અંબાણી કેસમાં સપડાયેલા સચીન વઝે)


હાલ મહારાષ્ટ્ર ATS તપાસ કરી રહી છે, કે બુકી અને અમદાવાદના વેપારી સાથે શું સંબંધ છે. તેમજ નરેશ ઘોર સાથે શું સંબંધ છે. તથા આ કનેક્શનમાં સઘન પૂછપરછ હાથ ધરાશે. તેમજ એન્ટાલિયા કેસનું ગુજરાત સાથેના અન્ય કનેક્શનને પણ તપાસવામાં આવી રહ્યાં છે. 


કેસ સાથે ગુજરાતનું બીજુ કનેક્શન, દમણથી કાર મળી 
આ મામલાની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર એટીએસની ટીમને મોટી સફળતા મળી છે. ATS એ સચિન વાઝે જે વોલ્વો કારનો ઉપયોગ કરતો હતો તેને જપ્ત કરી લીધી છે. આ વોલ્વો કાર દમણમાં છૂપાવવામાં આવી હતી. મહારાષ્ટ્ર ATS એ સોમવારે દમણની એક ફેક્ટ્રીમાં દરોડો પાડ્યો હતો. અહીંથી તેમને વોલ્વો કાર ઉપરાંત અનેક મહત્વના પુરાવા મળ્યા. મહારાષ્ટ્ર ATS ના એક્સપર્ટ્સ હવે આ ગાડીની તપાસમાં લાગ્યા છે. ATS એ પણ જાણકારી મેળવવામાં લાગી છે કે આ ગાડીનો અસલ માલિક અને સચિન વાઝેના સંબંધ કેવા છે. NIA ના સૂત્રોના જણાવ્યાં મુજબ વોલ્વો કારના અસલ માલિક અભિષેક નાથાણી ઉર્ફે અભિષેક અગ્રવાલ છે. આ કારને NIA પણ શોધી રહી હતી. પરંતુ હવે મહારાષ્ટ્ર ATS ની ટીમે તેને દમણથી જપ્ત કરી છે.