બોટાદનું મુક્તિધામ બન્યું 100થી વધુ ચમતકારી ઔષધિઓનું ઉપવન; અનેક રોગોનું જડમૂળથી થશે નાશ
માણસનો છેલ્લો વિસામો સ્મશાન છે અને એ જ સ્મશાનમાં જતા લોકો પહેલા ડરતા હતા પરંતુ હાલના ટેકનોલોજી અને આધુનિક યુગમાં હવે સ્મશાન પણ ટેકનોલોજીથી સજ્જ થયેલા જોવા મળી રહ્યાં છે. કેટલાક શહેરોમાં મોક્ષ મંદિરો બાગ બગીચા બનાવ્યા છે.
રઘુવીર મકવાણા/બોટાદ: શહેરમાં આવેલ મુક્તિધામમા સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરી મુક્તિધામનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે અનેક ગંભીર રોગોમાં ઉપયોગી થાય તેવી અલગ અલગ પ્રકારની 100 જેટલી ઔષધિઓને મુક્તિધામમાં ઉછેર કરવામાં આવ્યો છે. મુક્તિધામ ધન્વંતરિ ઔષધિ ઉપવનનુ નિર્માણ કર્યું છે. આ ઔષધિઓનો આર્યુવેદ દવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને અલગ અલગ રોગ માટે લોકો આ ઔષધિઓનો ઉપયોગ પણ કરી રહ્યાં છે.
લવ જેહાદ માટે કોણ આપે છે ફંડ? સુરતમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન કરાવ્યુ
માણસનો છેલ્લો વિસામો સ્મશાન છે અને એ જ સ્મશાનમાં જતા લોકો પહેલા ડરતા હતા પરંતુ હાલના ટેકનોલોજી અને આધુનિક યુગમાં હવે સ્મશાન પણ ટેકનોલોજીથી સજ્જ થયેલા જોવા મળી રહ્યાં છે. કેટલાક શહેરોમાં મોક્ષ મંદિરો બાગ બગીચા બનાવ્યા છે. જેથી મોક્ષ મંદિરો ફરવા લાયક સ્થળો બની ગયા છે. તો કેટલાક મોક્ષ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે અને મોક્ષ મંદિરોથી લોકોમાં રહેલો ડર દૂર થતો ગયો છે. ત્યારે આવુ જ એક અલગ બોટાદમાં આવેલું મુક્તિધામ મોક્ષ મંદિર છે તો ચાલો બોટાદના મુક્તિધામમાંની શુ વિશેષતા છે તે જાણીએ.
રાજકોટમાં પાટીલનો હુંકાર : લોકસભામાં 5 લાખની વધુની લીડ સાથે તમામ બેઠકો જીતશું
બોટાદ શહેરનાં સેવાભાવી લોકો દ્વારા શહેરનાં નવ નાળા પાસે આવેલ મુક્તિધામ મોક્ષ મંદિરની કાયા પલટ કરી છે અને હાલ મુક્તિધામ ઔષધિ વન તરીકે જાણીતું થયું છે. હમેશાં લોકોને કેવી રીતે ઉપયોગી થવું તેવા રચનાત્મક વિચારો ધરાવતા લોકો દ્વારા મુક્તિધામ મા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામા આવી રહી છે ત્યારે તમામ રોગોને જડમૂળથી નાશ કરતી દવા એટલે ઔષધિઓ છે. જે મુક્તિધામમાં ઔષધિઓનો ઉછેર કરી ધન્વંતરિ ઔષધિ ઉપવન બનાવ્યું છે.
ગુજરાતમાં જે શોટ પર કોંગ્રેસ હિટવિકેટ થઈ, BJP તે જ રાહુલ ગાંધી પર કેમ અજમાવી રહી છે?
બોટાદના મુક્તિધામમાં આવેલ ધન્વંતરિ ઔષધિ ઉપવનમાં ગરમાળો, ખેર, બીજોરુ, રક્ત ચંદન, ગણેશ ચંપો, પારસ પીપળો, વાંક, બિલ્લી, સીરીસ, સીસમ, રૂખડો, ખાખરો, મવડો તેમજ જુદી જુદી વેલો જેવી કે લસણ વેલ, અમૃતા વેલ, કણદા, કવરુખ, બેહડો સહિતની વેલો અને આવી દિવ્ય ઔષધિઓનો સેવાભાવી લોકો દ્વારા ઉછેર કરવામાં આવ્યો છે. હાલ બોટાદનું મુક્તિધામ બન્યું છે. ધન્વંતરિ ઔષધિ ઉપવન ત્યારે લોકો પણ આ ઔષધિઓનો આર્યુવેદ દવામાં ઉપયોગ કરી રહ્યાં છે. તેમ મુક્તિધામના ચેરમેન સી એલ ભીકડીયાએ ધન્વંતરિ ઔષધિ ઉપવન વિશે માહિતી આપી હતી.
નમો સ્ટેડિયમમાં WWE ચેમ્પિયન ખલીનું માથું અથડાયું, વીડિયો વાયરલ થયા લોકોએ મજા લીધી