નમો સ્ટેડિયમમાં WWE ચેમ્પિયન ખલીનું માથું અથડાયું, વીડિયો વાયરલ થયા લોકોએ મજા લીધી
the great khali video viral : WWE ફેમ ગ્રેટ ખલીનું નમો સ્ટેડિયમમાં માથું અથડાયું... ગઈકાલે ઓપનિંગ મેચમાં ખલી રહ્યા હતા ઉપસ્થિત... સ્ટેડિયમ પરિસરમાં મેટલ ડિટેક્ટર ડોર સાથે માથું અથડાયું... વધારે પડતી હાઇટના કારણે મેટલ ડીટેકટર સાથે માથુ અથડાયું... માથું અથડાવાનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
Trending Photos
icc world cup 2023 : વર્લ્ડ કપ (ICC Cricket World Cup 2023) નો અમદાવાદમાં ધમાકેદાર પ્રારંભ થયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત ઈવેન્ટમાં WWE ના પૂર્વ ચેમ્પિયન અને હોલ ઓફ ધ ફ્રેમ ધ ગ્રેટ ખલી મુખ્ય મહેમાન બનીને આવ્યા હતા. ત્યારે હાલ ખલી સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા છે. તેમનો એક વીડિયો જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે. WWE ફેમ ગ્રેટ ખલીનું મેટલ ડિટેક્ટર સાથે માથું અથડાયું હતું. વધારે પડતી હાઇટના કારણે મેટલ ડિટેક્ટર સાથે માથુ અથડાયું હતું. માથું અથડાવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ગઈકાલે વર્લ્ડ કપની ઓપનિંગ મેચમાં ધ ગ્રેટ ખલી ઉપસ્થિત રહ્યાં હતાં. 7 ફુટ 1 ઈંચની હાઈટ ધરાવતા ખલી હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેઓને પોતાના મહાકાય શરીરને કારણે ઉફ મોમેન્ટના શિકાર થવુ પડ્યુ હતું. સ્ટેડિયમ પરિસરમાં મેટલ ડિટેક્ટર ડોર સાથે માથું અથડાયું હતું. પહેલવાન ખલી નાનકડા ડિટેક્ટરમાથી પસાર થવા ગયા હતા. જ્યારે તેઓ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમની હાઈટને કારણે ડિટેક્ટર અટવાયું હતું, તેમનું માથું ડિટેક્ટર સાથે ભટકાયું હતું.
હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને કારણે ખલીના ફેન્સ હસી પડ્યા હતા. હકીકતમાં એક ગાર્ડે તેમને ચેતવણી પણ આપી હતી કે, તમારું માથું નીચે રાખજો. પરંતુ ત્યા સુધી મોડું થઈ ગયું હતું. ચેતવણી મળે તે પહેલા તેમનુ માથુ અથડાઈ ચૂક્યુ હતું. ત્યારે ખલીએ પણ સુરક્ષા ગાર્ડ સાથે મસ્તી કરતા કહ્યું કે, ઉંચુ કરવું હતું ને આને.
WWE ફેમ ગ્રેટ ખલીનું નમો સ્ટેડિયમમાં ડિટેક્ટર ડોર સાથે માથું અથડાયું, વીડિયો થયો વાયરલ.....#TheGreatKhali #gali #viralvideo #ZEE24KALAK pic.twitter.com/bUhtkp4Xh1
— Zee 24 Kalak (@Zee24Kalak) October 6, 2023
જોકે, આ ઘટનામાં ખલીને માથા પર કોઈ ઈજા પહોંચી નથી. આ વીડિયોને 3 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સાથે જ લોકો જોરદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. એક પ્રશંસકે કહ્યું કે, માત્ર ઈન્ડિયા ગેટ જ તેમના ફરવા માટે બેસ્ટ રહેશે. હું મેટલ ડિટેક્ટર ગેટને લઈને ચિંતિત છું. શું તેના ટુકડા હજી પણ ત્યાં પડ્યા છે. તો બીજા પ્રશંસકે કહ્યું કે, મેટલ ડિટેક્ટર હોય તો આવું.
હકીકતમાં, આ વખતે વર્લ્ડ કપની ગ્રાન્ડ સેરેમનીનું આયોજન કરાયુ ન હતું. પરંતુ તમામ ટીમના કેપ્ટનનું ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવાયુ હતું. કેપ્ટન્સ ડે પર કેપ્ટનોએ પહેલા રિપોર્ટરોના સવાલોના જવાબ આપ્યા હતા. તેના બાદ તમામ પ્લેયર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા, જ્યાં અલગ અલગ કેપ્ટન ટ્રોફી સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ધ ગ્રેટ ખલી પણ નજર આવ્યા હતા. તેઓએ પ્લેયર્સ સાથે મુલાકાત કરી હતી. તો ખલીને બિગ સાઈટ ટીશર્ટ ભેટમાં આપવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે