મુંબઈનો ખૂંખાર ગેંગસ્ટર જેમ્સ અલ્મેડાની ધરપકડ, નવસારીમાં ક્રમબદ્ધ થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
ટેકનિકલ સર્વેલાન્સને આધારે નવસારી પોલીસે મુંબઈ પોલીસની મદદથી ગેંગસ્ટર જેમ્સ અલ્મેડાની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે અલ્મેડાના બે સાથી હજી પણ પોલીસ પકડથી દૂર છે, પણ પોલીસ તેમની ઓળખ કરવામાં સફળ રહી છે.
ધવલ પરીખ/નવસારી: થોડા સમયમાં જ અઢળક રૂપિયા કમાવી લેવાની મહેચ્છામાં મૂળ કર્ણાટકનો મિકેનિકલ એન્જિનિયર ગેંગસ્ટર બન્યો અને જેલમાં બનેલા ચોર મિત્રો સાથે નવસારીમાં 11 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થયો હતો. પરંતુ ટેકનિકલ સર્વેલાન્સને આધારે નવસારી પોલીસે મુંબઈ પોલીસની મદદથી ગેંગસ્ટર જેમ્સ અલ્મેડાની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે અલ્મેડાના બે સાથી હજી પણ પોલીસ પકડથી દૂર છે, પણ પોલીસ તેમની ઓળખ કરવામાં સફળ રહી છે.
આગામી 5 દિવસ છે ખુબ જ ભારે! જાણો હવામાન વિભાગે ચોમાસા અંગે શું કરી મોટી આગાહી!
નવસારીના વિરાવળ જકાતનાકા નજીક આવેલ ઓર્નેટ એપાર્ટમેન્ટમાં રહેતા ફૂટવેરના વેપારી ઇમરાન મીઠાવાળાના બંધ ફ્લેટને ગત 4 મે, 2023 ની સાંજે ત્રણ અજાણ્યા ચોરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને 4.50 લાખ રૂપિયા રોકડાની ચોરી કરી ફરાર થયા હતા. જેની જાણ થતા જ ઈમરાન મીઠાવાળાએ નવસારી ટાઉન પોલીસ મથકે જાણ કરતા નવસારી ટાઉન સહિત LCB અને સુરત DCB પોલીસ પણ તપાસમાં જોતરાઈ હતી. આરોપીઓએ નવસારી બાદ સુરતના સચિનમાં પણ હાથફેરો કર્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી:બસમાં CM, સાયકલ પર DGP અને ગુજરાતના IAS કરી રહ્યાં છે રિવરરાફ્ટિગ
દરમિયાન નવસારીના ઓર્નેટ એપાર્ટમેન્ટમાંથી મળેલા સીસીટીવી ફૂટેજમાં એક કળા કાચવાળી અલ્ટો કારમાં ત્રણ શંકાસ્પદ ઈસમો જતા જણાતા પોલીસે કારની નંબર પ્લેટને આધારે તપાસને વેગ આપ્યો હતો. જેમાં હાઈવેના ટોલનાકાઓ પણ તપાસવામાં આવ્યા હતા. જેમાં સીસીટીવીમાં દેખાયેલી કાર જેવી જ અલ્ટો કાર વાપી નજીકના ટોલનાકે પહોંચતા નંબર પ્લેટ બદલાઈ હતી. જેથી પોલીસે મહારાષ્ટ્ર પાસિંગની નંબર પ્લેટ ચકાસતા કાર જેમ્સ અલ્મેડા વાપરતો હોવાનું ખુલ્યુ હતું. જેથી પોલીસની અલગ અલગ ટીમ અલ્મેડાના જોગેશ્વરી ખાતેના ઘર નજીક વોચમાં રહી હતી.
એક પ્રોગ્રામ માટે કેટલા રૂપિયા લે છે બાબા બાગેશ્વર. બાબાએ જણાવ્યો કાર્યક્રમનો ખર્ચ
જેમાં 5 દિવસ બાદ રાત્રે ઘરેથી નીકળતાં જ જેમ્સને પોલીસે રસ્તામાં આંતરી તેની ધરપકડ કરી હતી. જેને પ્રથમ સચીન પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યાંથી નવસારી પોલીસે તેનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી ધરપકડ કરી હતી. રીઢા આરોપી જેમ્સને પોલીસે નવસારી કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવીને તેની સાથેના સાથીદારો અને ચોરીનો માલ ક્યાં છે એની તપાસને વેગ આપ્યો છે.
'જો તું ચરિત્રવાન હોય તો પતિના મોત બાદ કેમ સતી થઈ નહિ', યુવતીએ નદીમાં ભૂસકો માર્યો
પોલીસ પકડમાં આવેલો જેમ્સ અલ્મેડા મૂળ કર્ણાટક અને ગોવાની સરહદ વિસ્તારનો છે. જેમ્સ પોતે મિકેનિકલ એન્જિનિયર છે અને તેના પિતા પણ એન્જિનિયર છે, જ્યારે તેની બહેન શિક્ષિકા છે અને સ્કૂલ ચલાવે છે. એક સારા પરિવારમાં જન્મેલો જેમ્સ થોડા સમયમાં જ અઢળક રૂપિયા કમાવવા સાથે હોલિવુડ ફિલ્મોથી પ્રભાવિત હોવાથી ગુનાની દુનિયામાં આવ્યો હતો. અલ્મેડા કર્ણાટકના ગેંગસ્ટર જગદીશ ભંવર સાથે કામ કરે છે. સાથે જ કોઈ ગુનામાં જેલમાં જાય ત્યાંથી અન્ય ગુનેગારો સાથે મિત્રતા કેળવીને પોતાની સાથે ભેળવીને ગુનાઓને અંજામ આપતો હતો. જેની ઉપર અગાઉ મકોકા તેમજ લૂટ, પોલીસ ઉપર ફાયરિંગ, ઈન્કમ ટેકસ ઓફિસર બનીને જવેલર્સને લૂટવા સહિતના 12 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
ઘાટલોડિયામાં વૃદ્ધની આત્મહત્યા, લાઇબ્રેરીના માલિકે એ હદે અપમાન કર્યું કે ભર્યું...
સૌથી મહત્વની વાત મુંબઈની તલોજા જેલમાં સાડા છ વર્ષ રહ્યો, ત્યારે જેમ્સે LLB નો અભ્યાસ કર્યો હતો. જેથી પોતાના ઉપરના 12 ગુનાનો કેસ જેમ્સ પોતે જ લડે છે. ગુજરાતમાં નવસારી અને સુરતના સચિનમાં જેમ્સ અલ્મેડાએ તલોજા જેલમાં જ મળેલા કામરાન અને ચિન્ટુ સાથે મળીને પ્રથમવાર નવસારીમાં દાગીના અને રોકડ મળી 11 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં સુરત અને નવસારી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. જોકે અત્યાર સુધીમાં પોલીસ ફકત તેના સાથીદારોના નામો ખોલાવી શકી છે, પણ કોઈ રિકવરી થઈ શકી નથી. જોકે સમગ્ર પ્રકરણમાં કામરાન અને ચિન્ટુ પકડાય પછી જ ચોરીનો મુદ્દામાલ મળી શકશે.
તો આ કારણે બંધ થઈ 2000 રૂપિયાની નોટ? સામે આવ્યું મોટુ કારણ
નવસારીમાં થયેલી ચોરીના ગુનામાં ચાર રાજ્યોમાં તરખાટ મચાવનારો ખૂંખાર ગેંગસ્ટર નવસારી પોલીસને હાથે લાગ્યો છે. જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતો ગેંગસ્ટર અલ્મેડા શારીરિક રીતે સક્ષમ હોવા સાથે જ બૌધિક રીતે પણ હોશિયાર હોવાથી કાયદાની પકડમાં આવ્યા બાદ પણ બચવા માટે કાયદાનો સહારો લેતા ખચકાતો નથી.
વરરાજાને વરમાળા પહેરાવી, મંડપમાં બે ફેરા પણ લીધા... પછી કન્યાએ તોડી દીધા લગ્ન