Anant-Radhika Wedding : મુંબઈમાં અનંત અંબાણીના લગ્ન સમારંભમાં જીઓ કન્વેન્સન સેન્ટરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનારની વડોદરાથી ધરપકડ કરાઈ છે. મુંબઈ પોલીસે વડોદરાના આજવા રોડ પર આવેલ સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટમાંથી આરોપીની ધરપકડ છે. જેણે ટ્વીટર પર અનંત અંબાણીના લગ્ન પ્રસંગમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસે વડોદરાના વિરલ કલ્પેશભાઈ આસરાની ધરપકડ કરી છે. વડોદરાની બાપોદ પોલીસને સાથે રાખીને ધરપકડ કરવામાં આવી છે. હાલ વિરલ આસરાને મુંબઈ લઇ જવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોમ્બની ધમકી મળ્યા બાદ તપાસ તેજ થઈ હતી. મુંબઈ પોલીસે એક્સ હેન્ડલ વિશે તપાસ શરૂ કરી હતી, જેના પરથી આ ધમકી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર એક સંદિગ્ધ પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, અંબાણીના લગ્નમાં એક બોમ્બ. 


મુંબઈ પોલીસે તાત્કાલિક અસરથી આ બાબતની નોંધ લઈને તપાસ શરૂ કરી હતી. આ પોસ્ટ બાદ મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ટ્વિટર એકાઉન્ટ @FFSFIR પર પોસ્ટ કરવામાં આવી હતી. તેમાં લખ્યું હતું કે, ‘મારા દિગમાં એક બહુ જ શર્મનાક વિચાર આવ્યો છે. જો અંબાણીના લગ્નમાં બોમ્બ આવી જાય, તો અડધી દુનિયા અહીંની તહી થઈ જશે. અનેક અરબ ડોલર માત્ર એક પિન કોડમાં....’ આ પોસ્ટ બાદ મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ હતી. પોલીસે કોઈ એફઆઈઆર તો દાખલ કરી ન હતી, પરંતું 13 જુલાઈનો રોજ કરાયેલી પોસ્ટમાં તપાસ તેજ કરાઈ હતી. જોકે, આ પોસ્ટનું અને ધમકી આપનારનું ગુજરાત કનેક્શન નીકળી આપ્યું છે. 


દેવું કરી ઘી પીતી ગુજરાત સરકારની તિજોરી ખાલી, કર્મચારીઓને ચૂકવવા પૈસા નથી


બે લોકો આમંત્રણ વગર પહોંચ્યા હતા
જોકે, અંબાણી પરિવારના રિસેપ્શનવાળા સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો. અંબાણીના લગ્નમાં આમંત્રણ વગર પહોંચેલા બે લોકોને કારણે અફરાતફરીનો માહોલ બન્યો હતો. આ બંને લોકો આમંત્રણ વગર ત્યાં પહોંચી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તેમાંથી એકનું નામ વેંકટેશ નરાસિયા અલુરી હતું, જેણે પોતાને યુટ્યુબર ગણાવ્યો હતો. તો બીજાએ પોતાને બિઝનેસમેન ગણાવ્યો હતો, તેનું નામ લુકમાન મોહંમદ શફી શેખ બતાવાયુ હતું. પોલીસે બંનેની વિરુદ્ધ તપાસ બાદ નોટિસ આપીને મુક્ત કર્યા હતા.


ગુજરાતનો વરસાદ વાવાઝોડા જેવો તોફાની બનશે, પરેશ ગોસ્વામીની આગાહી