Mumtaz Patel: સ્વ. અહેમદ પટેલની દીકરી મુમતાઝનો મોટો સંકેત, `તક મળી તો....`
મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, તક મળી તો ભરૂચમાંથી ચૂંટણી પણ લડીશ. પરંતુ હા...કોંગ્રેસમાંથી જ રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરી નહોતી.
ઝી ન્યૂઝ/ભરૂચ: વિધાનસભાની ચૂંટણી પહેલા રાજનીતિના વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં દિવંગત અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે રાજકારણમાં ઝંપલાવવાના સંકેત આપ્યા છે. સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ટૂંક સમયમાં રાજકારણમાં સક્રિય ભૂમિકામાં દેખાઈ શકે છે. મુમતાઝ પટેલે ચૂંટણી પહેલા રાજનીતિમાં સક્રિય થવાના સંકેત આપી દીધા છે.
મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, તક મળી તો ભરૂચમાંથી ચૂંટણી પણ લડીશ. પરંતુ હા...કોંગ્રેસમાંથી જ રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરી નહોતી.
કોણ છે મુમતાઝ પટેલ?
કોંગ્રેસના રાજકીય સલાહકાર રહી ચૂકેલા સ્વ. અહેમદ પટેલની રાજકીય કારકિર્દી અદ્ભુત હતી. પરંતુ તેમણે પોતાના બાળકોને હંમેશા રાજકારણથી દૂર રાખ્યા હતા. સ્વ. અહેમદ પટેલને સંતોનોમાં એક પુત્ર અને પુત્રી છે, પુત્રનું નામ ફૈઝલ પટેલ છે, જે એક બિઝનેસમેન છે જ્યારે પુત્રી મુમતાઝ પટેલ લગ્ન બાદ ઘરેલું જીવન જીવી રહી છે. મુમતાઝ પટેલે બિઝનેસમેન ઈરફાન સિદ્દીકી સાથે લગ્ન કર્યા છે. ઈરફાન સિદ્દીકી વકીલ છે. મુમતાઝના સસરા એ એ સિદ્દીકી પંજાબની ડીજીપી રહી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube