અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધી અહીં 295 કેસ નોંધાયા છે. જેમાંથી 291 કેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં છે. શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, ગઈકાલ સુધી એએમસીની હદમાં 279 કેસો હતો, જ્યારે તેમાં આજે 12 કેસનો વધારો થતા કુલ સંખ્યા 291 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે આ સાથે શહેરમાં અત્યાર સુધી કુલ 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો 10 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ ટેસ્ટિંગ
વિજય નેહરાએ માહિતી આપતા જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 1112 સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 5982 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, શહેરના મધ્ય ઝોનમાં 13 ચેકપોસ્ટ પર છેલ્લા 24 કલાકમાં 20604 લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. પોઝિટિવ કેસ આવતા કોન્ટેક્સ ટ્રેસિંગની અધરી કામગિરી પણ મનપા દ્વારા કરવામાં આવી રહી છે. હાલ શહેરમાં 1908 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. તો 427 લોકો એએમસી ક્વોરેન્ટાઇનમાં છે. આ કુલ 2335 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. 


અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં આવેલા કેસોની વિગત
9 એપ્રિલ 59 કેસ
10 એપ્રિલ 48 કેસ
11 એપ્રિલ 46 કેસ
12 એપ્રિલ 39 કેસ
13 એપ્રિલ 12 કેસ (સવાર સુધી)


ડોક્ટરો અને પોલીસ સામે ખરાબ વર્તન ચલાવી લેવામાં આવશે નહીંઃ ગૃહરાજ્ય મંત્રીનું નિવેદન 


વિજય નેહરાએ જણાવ્યું કે, કેસ ઘટવાને કારણે એએમસીને કામગીરી કરવાનો વધુ સમય મળ્યો છે. તંત્ર સાચી દિશામાં કામ કરી રહ્યું છે. પોલીસ પણ ખુબ સારૂ કામ કરી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, 99 ટકા લોકો આજથી અમલમાં આવેલ ફરજીયાત માસ્કનું પાલન કરી રહ્યાં છે. માત્ર 21 લોકો માસ્ક વગર મળ્યા તેને દંડ ફટકારવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


આ સાથે તેમણે કહ્યું કે, કોરોનાને અટકાવવો અશક્ય છે, પરંતુ તંત્ર દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કમિશનરે કહ્યું કે, કોટ વિસ્તારમાં લોકોનો સહકાર મળી રહ્યો છે. હવે લોકો પણ સહયોગ કરી રહ્યાં છે. સામાજીક અને ધાર્મિક આગેવાનો પણ સહકાર આપી રહ્યાં છે.