ભાવનગરમાં ચાલ્યું બુલડોઝર, મનપાએ હજારો વર્ગ મીટર જમીન પર ગેરકાયદેસર દબાણો હટાવ્યા
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરી છે. કોર્ટમાં કેસ જીત્યા બાદ પાલિકાએ અનેક ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કરી દીધા છે.
નવનીત દલવાડી, ભાવનગરઃ રોડ-રસ્તા અને રહેણાંક વિસ્તારમાં અનેક ગેરકાયદે દબાણ હાલાકીનું કારણ બને છે. પરંતુ દબાણ કરનારા લોકો જાતભાતના નાટક કરી દબાણ હટાવતા નથી. તંત્ર જ્યારે દબાણ હટાવવા માટે આવે ત્યારે નાટકો કરી સ્ટે લાવી દે છે. ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં પણ એવા અનેક દબાણો હતો જે વર્ષોથી હટવાનું નામ લઈ રહ્યા નહતા...પરંતુ ભાવનગર મનપાએ કોર્ટમાં જઈને કેસ જીતી લેતાં અનેક દબાણોને જમીનદોસ્ત કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી...જુઓ મહાનગરપાલિકાની સફળ કામગીરીનો આ અહેવાલ....
ચારે બાજુ દબાણ જ દબાણ જોવા મળી રહ્યું છે, ક્યાંક ઘર બનેલા છે, તો ક્યાંક દુકાનો...કોઈ જગ્યાએ ગેરકાયદે મસ્જિદ બનાવી દેવાઈ છે..તો ક્યાંક નડતરરૂપ મંદિર બનાવેલું છે...સરકારી જમીન પર વર્ષોથી હક કરીને બેસી ગયેલા લોકો દબાણ હટાવવા માટે તૈયાર ન હતા...જ્યારે જ્યારે દબાણની કામગીરી કરવામાં આવે ત્યારે સ્થાનિક લોકો ખોટા નાટકો કરીને તંત્રને તેનું કામ કરતાં રોકતા હતા...હજારો વર્ગ મીટર જમીન ગેરકાયદે પચાવી પાડી હતી...પરંતુ આ મામલે મનપાએ કોર્ટનો સહારો લીધો અને કોર્ટમાંથી પોતાની તરફેણમાં ચુકાદો આવતા આખરે એ તમામ ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા, જે ખોટી રીતે બાંધવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ 24 વર્ષ જૂનો ડ્રીમ પ્રોજેક્ટ આખરે પૂરો થશે, રાજસ્થાનથી કચ્છ સુધી બનશે વોટર-વે
પહેલા નોટિસ અને બાદમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાના બે JCB શહેરના બોરતળાવ વિસ્તારમાં પહોંચી ગયા...ધોબી સોસાયટીથી બેંક કોલોની જવાના રસ્તા પર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યા...ખોટી રીતે બંધાયેલી દૂકાનો અને મકાનોને તોડી પાડવામાં આવ્યા...એટલું જ નહીં રસ્તામાં આવતા ચાર મંદિર અને એક મસ્જિદને પણ દૂર કરવામાં આવી....આવવા-જવાના રસ્તા પર પણ કેટલાક લોકોએ ખોટું બાંધકામ કરી દીધું હતું...જેના કારણ કે રસ્તા પરથી નીકળી શકાય તેમ નહતું...પરંતુ આ ડિમોલિશન બાદ હવે મોટા પાયે જગ્યા ખુલ્લી કરાઈ છે, જેના કારણે શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટશે....
ધોબી સોસાયટીથી બેંક કોલોની જવાના રસ્તા પર ડિમોલિશન કરાયું
ખોટી રીતે બંધાયેલી દૂકાનો અને મકાનોને તોડી પડાયા
4 મંદિર અને એક મસ્જિદને પણ દૂર કરવામાં આવી
ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દબાણનો પ્રશ્ન હતો...શહેરીજનોએ આ ગેરકાયદે દબાણ દૂર કરવા લાંબા સમયથી માગ કરી રહ્યા હતા...હાઈકોર્ટમાં પણ આ મામલે પિટીશન ફાઈલ કરવામાં આવી હતી....કોર્ટે શહેરમાં નડતરરૂપ બનેલા આ દબાણો દૂર કરવાનો આદેશ કરતાં ભાવનગર મ્યુનિશિપલ કમિશનરના આદેશ બાદ કાર્યવાહી કરાઈ હતી...
આ પણ વાંચોઃ પ્રજાના પૈસાનું પાણી! વડોદરામાં લાખોના ખર્ચે બનાવેલા રોડ ખોદી નાખ્યાં, અપાયો આ આદેશ
ભાવનગર શહેરમાં બોરતળાવ જ નહીં એવી અનેક જગ્યાઓ છે જ્યાં આ પ્રકારની કાર્યવાહીની જરૂર છે. કારણ કે આ તમામ જગ્યાઓ પર થયેલા ગેરકાયદે દબાણથી શહેરમાં ટ્રાફિકનો સૌથી મોટો પ્રશ્ન ઉદભવે છે. ખોટી રીતે જમીનો પચાવીને તેની ઉપર બંધાયેલા બાંધકામથી વાહનચાલકોને ભારે અગવડ પડે છે. ત્યારે આવી જ કાર્યવાહી શહેરમાં તમામ જગ્યાએ થાય છે તે જરૂરી છે...