અતુલ તિવારી, અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2020-21નું રૂપિયા 698 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટમાં શહેરમાં નવી 55 સ્કૂલો જેમાં 10 હાઇટેક, 25 સ્માર્ટ અને 20 નવી સ્કૂલ બનાવવાનું આયોજન કરાયું છે. આ સિવાય જિલ્લા પંચાયત હસ્તકની 109 શાળાઓના હસ્તાંતરણની યોજનાની સાથેસાથે કર્મચારીઓના પગાર પેટે 15 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું 698 કરોડનું બજેટ સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે મંજૂર કર્યું છે. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ.ડી. દેસાઈએ 687 કરોડ 58 લાખ 70 હજારનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ હતું જેમાં ચેરમેને રૂપિયા 10 કરોડ 41 લાખ 30 હજારના વધારા સાથે તેમજ ગત વર્ષ કરતા રૂપિયા 25 કરોડ વધુ એટલે કે કુલ રૂપિયા 698 કરોડનું બજેટ મંજૂર કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Justice For Kajal : મોડાસા કાંડમાં ન્યાય માટે બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ મેદાને, ટ્વીટ કરીને કહ્યું કે...


સ્કૂલ બોર્ડની 387 શાળાઓમાં 6 માધ્યમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરાવવામાં આવે છે. આ સ્કૂલોમાં 3678 જેટલા શિક્ષકોના માધ્યમથી 1 લાખ 22 હજાર 789 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. બજેટ રજૂ કરતી વખતે ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો 1.45 જેટલો ઘટ્યો છે. જોકે બજેટ રજૂ થયા પછી વિવાદનો ફણગો પણ ફુટ્યો છે. બજેટ રજૂ કરતી મેયર બીજલબેન પટેલે બજેટમાં વિપક્ષ તરફથી કોઈ સૂચન ન આવ્યું હોવાનું જણાવી બજેટ સર્વાનુમતે પસાર થયાનું જણાવ્યું હતું. વિપક્ષ દ્વારા કોઈ સૂચન ન કરાયું હોવાના મેયર બીજલબેન પટેલના નિવેદનનો સ્કુલ બોર્ડના સભ્ય ઇલીયાસ કુરેશીએ વિરોધ કર્યો છે અને દાવો કર્યો છે કે ચેરમેન ખોટું બોલી રહ્યા છે. ઇલીયાસ કુરેશીએ જણાવ્યું હતું કે ''અમારા સૂચનો સાંભળવામાં આવ્યા નથી. છેલ્લા 5 વર્ષમાં 70 સ્કૂલો ઘટી છે અને આશરે 20 હજાર વિદ્યાર્થીઓ ઘટ્યા છે. માત્ર કમ્પ્યુટર અને પ્રોજેક્ટર આપવાથી સ્માર્ટ સ્કૂલ ના બને. સ્કૂલમાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સવારે 4.30 બનતું ભોજન બાળકોને બપોરે 12 વાગ્યે આપવામાં આવે છે અને બાળકોને સારું જમવાનું ના મળતા તેઓ કુપોષણના શિકાર થઈ રહ્યા છે.''


નડિયાદના સંતરામ મંદિરમાં રાજ્યના ખૂણેખૂણામાંથી લોકો આવીને ઉછાળે છે હજારો બોર, કારણ છે જબરદસ્ત 


હાલ તો વિપક્ષના સૂચનો ન સાંભળવામાં આવ્યાના આક્ષેપ તેમજ વિરોધ વચ્ચે સ્કૂલ બોર્ડના ચેરમેને રૂપિયા 698 કરોડનું બજેટ મંજૂર કરી દીધું છે. આ બજેટમાં નગર પ્રાથમિક શિક્ષણ સિમિતિ ભવન માટે ગત વર્ષે રૂપિયા 12 કરોડની ફાળવણીની જોગવાઈ બાદ વર્ષ 2020-21માં ફરી એકવાર 4 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. આ ફાળવણી પછી સવાલ થવો સ્વાભાવિક છે કે શાળાઓ અને વિદ્યાર્થીઓના વિકાસ માટે વપરાવી જોઈતી રકમમાંથી કરોડો રૂપિયા સ્કૂલ બોર્ડના ભવન પાછળ સતત વપરાઈ રહ્યા છે તો ગત વર્ષની રકમ હજુ વણવપરાયેલી હોવા છતાં શા માટે વધુ રકમ ફાળવવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...