અમદાવાદ : પ્રેમમાં આંધળી બનેલી વ્યક્તિ ધૃણાસ્પદ કામ કરવામાં એક મિનિટનો પણ વિચાર નથી કરતી. અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં પ્રેમના નામે રમાયેલા લોહિયાળ ખેલની દિલ ધ્રુજાવી દેતી દાસ્તાન સામે આવી છે. અમદાવાદની ફતેહવાડી કેનાલ નજીક રેહનુમા નામની યુવતીએ પ્રેમી શાહરૂખ શેખ સાથે મળી પતિ જફરુલ્લાનું તિક્ષ્ણ હથિયારના ઘા મારીમારીને કાસળ કાઢી નાખ્યું છે. આ હત્યાકાંડ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખુની ખેલની વિગતો જોઈએ તો ફતેહવાડીના મિલ્લતે ઈબ્રાહીમ એપાર્ટમેન્ટમાં જફરુલ્લા ખાન પોતાના પરિવાર સાથે ભાડેથી રહેતો હતો. તેની પત્ની રેહનુમાનું અલ્લારખા ઉર્ફે શાહરૂખ અફઝલ શેખ અફેર હતું. તે તેના પતિને બદલે પ્રેમી સાથે રહેવા માગતી હોવાથી પ્રેમી શાહરૂખ સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી. 


પાણી ન મળ્યું તો ગટગટાવી લીધી ઝેરી દવા! સુરતનો શોકિંગ કિસ્સો


મૃતકના ભાઈ ઈમરાન ખાને નોંધાવેલી ફરિયાદ મુજબ, આજથી 15 દિવસ પહેલા તેનો ભાઈ જફરુલ્લા ખાન તેના ઘરે આવ્યો ત્યારે તેણે મને અને મારા ભાઈને કહ્યું હતું કે મારી પત્ની રેહનુમાનું જુહાપુરાના સંકલિત નગરમાં રહેતા અલ્લારખા ઉર્ફે શાહરૂખ અફઝલ શેખ સાથે અફેર ચાલે છે. મારી પત્ની મને રોજ હેરાન કરે છે. એ સમયે જફરુલ્લાએ આરોપ મૂક્યો હતો કે શાહરૂખ પણ મારી હાજરી અને ગેરહાજરીમાં મારી ઘરે આવે છે અને મારવાનો પ્લાન બનાવે છે.