અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાના લાખણી તાલુકાના કુડા ગામે એકસાથે ચાર લોકોની કરાઈ હત્યાના બનાવથી ચકચાર મચી છે. એક જ કુટુંબના ફૂલ 5 સદસ્યોમાંથી ચારની હત્યા કરાઈ છે. જેમાં એક વ્યક્તિ હાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ચારેય મૃતક લોકોને ગાળાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા જોવા મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Yoga Day પર CM વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત, ગુજરાતમાં બનશે યોગ બોર્ડ


પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રિના સમયે આ બનાવ બન્યો છે. લાખણી તાલુકાના કુંડા ગામમાં પટેલ પરિવારમાં એકસાથે પાંચ વ્યક્તિને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાંથી ચાર લોકોના મોત નિપજ્યા છે. તો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. આ પરિવારના આનંદીબેન કરસનભાઈ પટેલ (50 વર્ષ), ઉકાજી કરસનભાઈ પટેલ (ઉંમર 22 વર્ષ), સુરેશ કરસન પટેલ (ઉંમર 13 વર્ષ) અને ભાવના કરસન પટેલ (ઉંમર 18 વર્ષ)ની હત્યા થઈ છે. જેમાં 55 વર્ષના કરસનભાઈ સોનાજી ઘાયલ છે. પરિવારના ત્રણ સદસ્યોની લાશ એક જ ખાટલા પર હતી, જ્યારે કે એક વ્યક્તિની લાશ બહાર ખુલ્લામાં પાથરેલા ખાટલા પર હતી. 



ઉપસરપંચ હત્યા કેસ : પરિવારની માંગણી સ્વીકારાતા આજે અંતિમ સંસ્કાર કરશે


ગામ લોકોના આ વાતની જાણ થતા જ તેમણે તાત્કાલિક પોલીસ અને 108ને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત થયેલા અને બચી ગયેલા કરસનભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. આ હત્યા કોણે કરી છે તે રહસ્ય હજુ અકબંધ છે. પણ ઘરની અંદર દીવાલ ઉપર વ્યાજખોરે મેસેજ પણ લખ્યો છે. ત્યારે સવાલો એ પેદા થાય છે કે આ મેસેજ કોના દ્વારા લખવામાં આવ્યા છે. 



હત્યા કરનારા દિવાલ પર મેસેજ લખ્યો 
હત્યારાએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તમામ લોકોની હત્યા કરી છે. દિવાલ પર લખાણ લખવામાં આવ્યું છે કે આ પરિવાર પાસેથી 21 લાખની બાકી ઉઘરાણીના કારણે હત્યા કરવામાં આવી છે. દિવાલ પર કાળા કલરના ચોક અથવા તો કોલસાથી લખવામાં આવ્યું છે કે 21 લાખ રૂપિયાની બાકી રકમ ન ચુકવતા હત્યા કરવામાં આવી છે. 


આ બનાવને પગલે બનાસકાંઠા પોલીસ દોડતી થઈ છે. તેમજ ગામમાં એક જ સાથે અને એક જ પરિવારના ચાર લોકોની હત્યા થતા લોકોમાં ચર્ચા જાગી છે. હાલ પોલીસે દિવાલ પર લખેલા નામ કોના છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :