ચેતન પટેલ/સુરત: શહેરમાં સતત છેલ્લા કેટલાક સમયથી હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે આજે સાંજના સમયે સારોલી ગામ મેંઇન રોડ પર માત્ર 200 રૂપિયા માટે એક યુવકે તેના મિત્રોની હત્યા કરી દીધી હતી. જો કે નવાઈની વાત છે કે, પુણાગામ પોલીસ સ્ટેશનના પીઆઇ ગણતરીની મિનિટમાં હત્યા કરી ભાગતા આરોપીને પીછો કરી એકલાં હાથે ઝડપી પાડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી શિક્ષણ નીતિના ઝડપી અમલીકરણ માટે તમામ યુનિવર્સીટીઓને શિક્ષણમંત્રીની તાકીદ


સુરતમાં એક એવી ઘટના સામે આવી જેનાથી તમારા મોઢે એવું બોલાઈ જાય કે શું વાત છે પોલીસ સારી કામગીરી કરી. કારણ કે સુરત પોલીસ અવારનવાર વિવાદમાં આવતી હોય છે ત્યાર સાંજના સમયે સુરતના સારોલી વિસ્તારમાં આવેલ કુંભાંરીયા ગામમાં રહેતો સિદ્ધનાથ કારીલ છેલ્લા ઘણા સમયથી રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેના ઘરની નજીક દરોજ તેની પાસે બેસવા આવતા પ્રિન્સ સિંહ સાથે બેસતો હતો. 100 રૂપિયા કે 200 રૂપિયાની લેતી દેતી કરતા હતા. ત્યારે આરોપી કોઈ કામ ધંધો કરતો ન હતો. જેથી ઉછીના રૂપિયા સિદ્ધનાથ પાસે લઈ જતો હતો. દરમિયાન એવું બન્યું કે પ્રિન્સે  સિદ્ધનાથ પાસે 200 રૂપિયા માંગ્યા હતા. ત્યારે પ્રિન્સ દ્વારા 200 રૂપિયા માંગતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. બાદમાં વેટ મારામારી  સુધી પહોંચી ગઈ હતી.


Rabobank દ્વારા જાહેર કરવામાં આવેલ વિશ્વની ટોચની 20 ડેરી કંપનીઓમાં અમુલને સ્થાન


આરોપી પ્રિન્સ દ્વારા ઉગ્ર થઈ ચપ્પુના ધા સિદ્ધનાથને મારી દેતા વધુ ધા વાગતા સિદ્ધનાથ નીચે જમીન પર ઢળી પડ્યો હતો. લોહી નીકળવા લાગતા આરોપી પ્રિન્સ ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે બીજી બાજુ આ બાબતે પુનાગામ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી પણ પુણગામ પોલીસ સ્ટેશનના પીઆઇ ખાનગી ગાડીમાં ઘટના સ્થળે આવતા કેટલાક લોકોએ કહ્યું કે, સર આરોપી અત્યારે રોડ પર ભાગ્યો છે. જેથી પીઆઇ કાંઈ વિચાર્યા વગર જ તાત્કાલિક એકલા પોતાની ખાનગી ગાડી લઈ આરોપી પાછળ પીછો કર્યો ત્યારે એક્ટિવા પર જોઈ રહેલા આરોપીને ટકર મારી હતી. જેથી તે પડ્યો હતો પરંતુ આરોપી દીવાલ કૂદી ભાગતો હતો. ત્યારે પીઆઇ યુ.વી ગડરિયા પાછળ ભાગી આરોપીને પકડી પાડ્યો હતો.


ભાવનગરમાં ભયજનક મકાનમાં રહેવા માટે લોકો બન્યા મજબુર, સરકારે હાથ ઉંચા કરી દીધા


પીઆઈએ ફિલ્મી સ્ટાઇલમાં એકલા હાથે આરોપીને ચોકડી પાડી પોતાની ગાડીમાં લઈ ગયા અને બાદમાં ઘટના સ્થળે પહોંચી પોલિસનો પણ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસમાં માત્ર 200 રૂપિયાની લેતી દેતિમાં હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં તો પુણગામ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર