સુરત મકાન માલિકની પત્નીની છેડતીનો ઠપકો આપનાર યુવકના 7 ઘા મારી મિત્રની હત્યા
શહેરમાં અસામાજિક તત્વો બેખોફ બની ચુક્યાં છે. પોલીસ કે કોર્ટનો ડર હવે તેમના મનમાં ન હોય તે પ્રકારે જંગલ રાજ ચાલી રહ્યું છે. સામાન્ય લઘુશંકા જેવી બાબત હોય કે છેડતી કરવા જેવી બાબત હોય ખુબ જ સામાન્ય લાગતી બાબતોમાં હત્યાઓનો દોર ચાલી રહ્યો છે. રોજે રોજ હત્યા અને બળાત્કાર એક સામાન્ય બાબત બની ચુકી છે.
સુરત : શહેરમાં અસામાજિક તત્વો બેખોફ બની ચુક્યાં છે. પોલીસ કે કોર્ટનો ડર હવે તેમના મનમાં ન હોય તે પ્રકારે જંગલ રાજ ચાલી રહ્યું છે. સામાન્ય લઘુશંકા જેવી બાબત હોય કે છેડતી કરવા જેવી બાબત હોય ખુબ જ સામાન્ય લાગતી બાબતોમાં હત્યાઓનો દોર ચાલી રહ્યો છે. રોજે રોજ હત્યા અને બળાત્કાર એક સામાન્ય બાબત બની ચુકી છે.
સુરતના પાંડેસરામાં મકાન માલિકની પત્નીની છેડતી કરવા બાબતે ઠપકો આપવો એક વ્યક્તિને ભારે પડ્યો હતો. રાત્રે ચપ્પુના 7 ઘા મારીને ઠપકો આપનાર વ્યક્તિની હત્યા કરી દેવાઇ છે. બપોરે છેડતી બાબતે એક તમાચો ખાનારા હત્યારાને લાગી આવ્યું હતું. રાત્રે તે હું રહીશ કાં તો તુ રહીશ તેવું કહીને ઓટલા પર બેઠેલા વ્યક્તિની છરીના ઉપરા છાપરી ઘા મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
શિવ બાલક વર્માએ જણાવ્યું કે, સાલુ બલડી વર્મા મુળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. તેનો પરિવાર અને 2 ભાઇ વતનમાં રહે છે. સાલુ અહીં કલર ટેક્સ કંપનીમાં નોકરી કરે છે. તેણે ગુરૂવારે બપોરે પાડોશમાં રહેતા સોમનાથ ગુપ્તાએ મકાન માલિકની પત્નીની છેડતી કરતા મકાન માલિક સોમનાથ ગુપ્તાએ તેને ઠપકો આપીને એક તમાચો માર્યો હતો.
જો કે આ તમાચાનો બદલો લેવા સોમનાથ ગુપ્તા મોડી રાત્રે ભોજન કરીને બેઠેલા મકાન માલિકની હત્યા કરીને પુરો કર્યો હતો. સાલુને 7થી વધારે ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી. સોમનાથ દારૂનો બંધાણી છે. રૂમ માલિકની પત્નીની છેડતીની બબાલમાં શાલુની હત્યા કરી હતી. હાલ તો પોલીસે સોમનાથને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.