સુરતમાં અજાણ્યા યુવકની હત્યા, પાંડેસરાના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી ગળું કપાયેલી લાશ મળી
સુરતમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા તિરૂપતિ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક અજાણ્યા યુવકની ગળું કપાયેલી લાશ મળી આવી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
સુરતઃ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમા ગુનેગારો અને અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. રાત્રે પાંડેસરામાં 12 વર્ષના એક તરૂણ પર ચપ્પુના 10થી વધુ ઘા મારી તેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી આજે સવારે પાંડેસરાના તિરુપતી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક અજાણયા યુવકની ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.પોલીસે હાલ બનાવ અંગે જુદી જુદી ટીમો બનાવી સૌપ્રથમ મરનાર યુવકની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પાંડેસરા તિરુપતિ ઇન્ડસ્ટ્રી પાસે આવેલા ખુલા મેદાનમાંથી આજે યુવકની લાશ મળી આવી હતી. યુવકના ગળાના , પીઠ અને હાથના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હતા. જેને લઇ યુવકની હત્યા કરાયા હોવાની પોલીસને શંકા વ્યક્ત કરી છે. બનાવ અંગે પોલીસને જાણ થતા ડીસીપી સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ ભારતના ઇતિહાસમાં અંગદાનનો સૌથી મોટો કિસ્સો : પહેલીવાર જન્મજાત બાળકના અંગોનું દાન કરા
બનાવ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું મરનાર યુવકની ઉમર આશરે - 25થી 30 વર્ષની છે. તેની ઓળખ હજુ થઇ નથી. ઘટના સ્થળે ડોગ સ્કોડ તથા એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી છે. યુવકના ગળા ,પીઠ અને હાથ ઉપર તીક્ષ્ણ હથિયાર ઘા છે. ત્યારે અણજાણ્યા ઈસમો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની હત્યા કરી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે હત્યા કોણે અને કયાં કારણસર કરી છે તે હાલમાં જાણવા મળ્યું નથી. પોલીસ આ અંગે હાલ આસપાસના સીસીટીવી ,લોકોની પૂછપરછ અને અન્ય સૂત્રોના આધારે તપાસ ચાલુ કરી છે. મહત્વનું છે કે આ ઘટનામાં મારનાર યુવક પાસેથી પોલીસને જમવાનું ભરેલું ટિફિન મળી આવ્યું આવ્યું છે. તેની પાસેથી એક સાયકલની ચાવી પણ મળી આવી છે અને તે સાયકલ ઘટના સ્થળેથી થોડે જ દૂરથી મળી આવી છે. હાલ પોલીસ આ બધી કડીઓ જોડીને આ મૃતકની ઓળખ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહીં છે.સાથે હત્યા પાછળનું કારણ અને કોણે કરી તેમના સુધી પહોંચવા મહેનત કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube