NA પ્રક્રિયામાં તાલુકા/જિલ્લા પંચાયત પાસેથી સત્તા આંચકી લેવાઇ, કલેક્ટરને સોંપાઇ
કથિત ભ્રષ્ટાચારને ડામવા માટે રાજ્ય સરકારે બિનખેતીલાયક જમીનનાં NAની કામગીરી કલેક્ટરને સોંપી
કિંજલ મિશ્રા/ અમદાવાદ : રાજય ના અન્ય વિભાગ લોકો ને ઝડપી ન્યાય મળે અને વિભાગ માં ગેરરીતિ ના થાય તે માટે સરકાર દ્વારા અવાર નવાર નિર્ણયો લેવામાં આવે છે એ સંદર્ભે આજે રાજ્ય સરકાર ના મહેસુલ વિભાગ દ્વારા બિન ખેતી લાયક જમીન (NA)અંગે ની તમામ પ્રક્રિયા કલેકટર હસ્તગત કરવાની જાહેરાત કરી છે. જે અંગે નું નોટીફિકેશન પણ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. આજથી જ આ આદેશ નું રાજ્ય ભર માં અમલ કરવામાં આવશે. આ અંગે જાહેરાત કરતા મહેસુલ મંત્રી કૌશિક પટેલ એ જણાવ્યું હતું કે 'લોકો ને ઝડપી ન્યાય મળે તેવા નિર્ણય કરવામાં આવ્યા છે.16.08 2018 ના રોજ શહેરી વિસ્તારમાં બિન ખેતી ની ફરિયાદ આવતી હતી અને સરકાર બિન ખેતી વિવાદ ના લોકો ને ન્યાય મળે તે માટે 16 08 ના રોજ ગાંધીનગર અને અમદાવાદના ના ઓન લાઈન યોજના મુકવામાં આવી હતી અત્યાર સુધી આ કામગીરી પચાયત કરતી હતી પણ હવે કલેકટર કરશે અને હાલ તેના પરિણામ સારા આવ્યા છે'
અત્યાર સુધી 1863 અરજીઓ ઓનલાઈન અરજી આવી હતી જેનો નિકાલ કરવામાં આવ્યો છે. બિન ખેતી ની પ્રકિયા તાલુકા અને જીલ્લા પચાયત માં થાય છે અરજીઓ અને તેનો નિકાલ જલ્દી થાય તે માટે હવે સમગ્ર પ્રક્રિયા કલેકટર કચેરી હાથ ધરવામાં આવશે અને લોકો ને ઝડપી ન્યાય મળી રહેશે એવુ સરકાર નું માનવું છે.જે અરજી ઓ નિર્ણય પ્રક્રિયા માં છે એ અરજીઓ નો નુકલ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવશે. બાકી ની પેન્ડિગ અરજીઓ નો નિકાલ કલેકટર દ્વારા કરવામાં આવશે જેના કરશે કોઈ અવ્યવસ્થા ના સર્જાય. જો કે આ નિર્ણય થી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત પાસે થી NA જેવી મહત્વ ની કામગીરી સરકારે પાછી લઈને સત્તાનું કેન્દ્રીકરણ કર્યું હોવાની પણ સચિવાલય માં ચર્ચા છે.
જો કે આ અંગે પ્રતિક્રિયા આપતા મહેસુલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે સતા કોની છે તેનાથી કોઈ ફરક નથી પણ લોકો ને હેરાન ગતિ વધુ થતી હતી જેના પગલે આ નિર્ણય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે અત્યાર સુધી બિન ખેતી ની પ્રકિયા જીલ્લા પચાયત અને તાલુકા પચાયત ગામડાઓ માં કામગીરી કરતું હતું અને શહેરી વિસ્તારોમાં કલેકટર કરતું હતું પણ આજ થી તમામ બિન ખેતી ની અરજીઓ ની કામગીરી કલેકટર હેઠળ કરવામાં આવશે. મહત્વ નું છે કે 1963 માં પંચાયતી રાજ નો અમલ થયો ત્યારે થી બિન ખેતી ની મંજૂરી આપવાની સત્તા જિલ્લા તથા તાલુકા પંચાયત પાસે હતી જે હવે સરકારે પોતાની હસ્તગત કરી છે. 55 વર્ષ બાદ નિર્ણય માં ફેરફાર કરાયો.