નચિકેત મહેતા/નડિયાદ :ગાંધીનગરમાં ગૌશાળા બહાર બાળકને તરછોડાવાનો મામલો હજુ તાજો જ છે. ત્યાં વધુ એક બાળકને તરછોડી દેવાયું છે. જો કે આ બાળકની દર્દભરી કહાની સાંભળશો તો તમે પણ ધ્રૂજી જશો. વડોદરાની મહિલાએ બાળકને દત્તક લીધું હતું, પરંતુ બાળકને જીવલેણ બીમારી હોવાથી તરછોડી દીધુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે માસુમને માની હૂંફની ઝંખના હોય, જે માસુમ શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવતું હોય, જે માસુમની જિંદગી કદાચ એકાદ વર્ષથી પણ વધુ બચી ન હોય... એ અબોલ, લાચારને એક અનાથ આશ્રમની બહાર નિરાધાર તરછોડી દેવાય એ કેટલું દર્દનાક છે. નડિયાદમાં માતૃછાયા અનાથ આશ્રમ બહાર મળેલાં બાળકના કિસ્સામાં પણ હિબકું ભરાય જાય એવું દર્દનાક સત્ય બહાર આવ્યું છે. પોતાના વ્હાલસોયાનું મોત થતાં ખાલી ગોદને ભરવા વડોદરાના ગોત્રી વિસ્તારમાંર હેતા હેમા સંઘાણીએ જસદણથી બાળકને દત્તક તો લીધું, પણ બાળકને જીવલેણ બિમારી નીકળતા જ તેને તરછોડી દીધું. બાળકના ત્રણ ત્રણ ઓપરેશન કરવા છતાં પણ તે બચે તેવી નહિવત સંભાવના જોતાં નિષ્ઠુર બની ગયેલી પાલક માતાએ બાળકને તરછોડી દેવાનું નક્કી કર્યું. પણ કહે છે ને કે પાપ છાપરે ચઢીને પોકારે છે.


આ પણ વાંચો : દ્વારકા મંદિરની પરંપરા તૂટી, પહેલીવાર મંદિરમાં પાંચમી ધજા ન ચઢી


બે દિવસ સુધી ખેડા પોલીસની તપાસનું પગેરું હેમાબેન સુધી પહોંચ્યુ હતું. પોલીસને એ પણ જાણવા મળ્યું કે આખરે એવું તો શું થયું કે હેમાબેને આવી રીતે બાળક દત્તક મેળવ્યાં પછી તેને તરછોડવાનું નક્કી કર્યું. તો જાણવા મળ્યું કે બાળકને હૃદયરોગની ગંભીર બીમારી હતી અને આશ્રય ચાઈલ્ડ હોસ્પિટલમાં હેમાબેન બાળકની સારવાર કરાવતાં હતાં. આ અંગે હોસ્પિટલના ડો.વિનીત મહેતાને પૂછાયું તો તેમણે જે માહિતી આપી તે ચોંકાવનારી હતી. તેમના જણાવ્યા મુજબ બાળક માંડ એકાદ વર્ષ જીવી શકે તે પ્રકારની ગંભીર બીમારી તેને છે અને તે માટે કદાચ ત્રણ-ત્રણ ઓપરેશન કરવા પડે તેમ છે. 


હેમા સંઘાણીએ સવા મહિના પહેલા જ બાળકને દત્તક લીધુ હતું. હેમા સંઘાણીનો પુત્ર એક વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હતો. તેથી હેમા સંઘાણીએ બાળક જસદણથી પોતાના ઓળખીતા પાસેથી દત્તક લીધું હતું. 


ખેડા પોલીસે જસદણથી આ બાળક દત્તક લેવામાં આવ્યું તો તેમાં કોઈ કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવી કે નહિ તે પણ જાણવા તપાસ હાથ ધરી છે. પરંતુ મોટો સવાલ એ છે કે માણસ તરીકે આપણે કેમ આટલાં બધાં ખમીરી વિનાના થઈ ગયા છીએ કે ત્રણ સપ્તાહના એક માસુમ જીવને રઝળતું મુકી દેવામાં આપણા હાથ કાંપતા નથી?