દ્વારકા મંદિરની પરંપરા તૂટી, પહેલીવાર મંદિરમાં પાંચમી ધજા ન ચઢી
Trending Photos
મુસ્તાક દલ/દ્વારકા :ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા (Dwarka) માં આજે પરંપરાનું મહત્વ છે. અહી મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવાને લઈને ખાસ પરંપરા છે. ત્યારે પહેલીવાર મંદિર પર ધજારોહણ કરવાની પરંપરા તૂટી છે. મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત શિખર પર પાંચમી ધ્વજા ન ચઢી. ત્યારે મંદિર પ્રશાસને પોતાને સમયસર ધ્વજા ન મળ્યાનુ જણાવ્યું.
મોડું થતા પાંચમી ધ્વજા ન લહેરાઈ
યાત્રાધામ દ્વારકાના જગત મંદિરના શિખર પર ગઈકાલે એક ધ્વજા ન લહેરાઈ. દ્વારકાધીશ જગત મંદિર ખાતે શિખર પર દરરોજ પાંચ વખત ધ્વજારોહણ કરવામાં આવે તેવી પરંપરા છે. ગઈ કાલે સાંજે છેલ્લી ધ્વજા યજમાન પરિવાર મોડી આવી હતી, જેથી ધજા લહેરાઈ ન હતી. ધ્વજા શિખર પર લહેરાવવા અબોટી બ્રાહ્મણ પરિવાર જાય છે, જ્યારે ધ્વજાની પૂજન વિધિ અન્ય બ્રાહ્મણો દ્વારા કરાય છે. ગઈ કાલે યજમાન પરિવાર મોડી સાંજે મંદિર ખાતે પહોંચ્યા હોવાથી પાંચમી ધ્વજા ન લહેરાઈ હતી. વર્ષોથી દ્વારકાધીશના જગત મંદિર શિખર પર પાંચ ધ્વજા લહેરાવવામાં આવે છે, ત્યારે ગઈકાલે પહેલીવાર ધ્વજાની આ પરંપરા તૂટી હતી. ભક્તો ધ્વજાને સમયસર ન લઈ જતા પરંપરા તૂટી હતી.
આ પણ વાંચો : તાલિબાન પણ ન આપે તેવી સજા પાટણમાં એક યુવતીને અપાઈ, મુંડન કરીને માથા પર ગરમ દેવતા મૂકીને આખી વસાહતમાં ફેરવી
તાજેતરમાં થયો હતો અકસ્માત
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અબોટી બ્રાહ્મણ ધ્વજા લહેરાવવા ગયા બાદ જગત મંદિર અંદર પગથિયાંમાં પગ લપસવાથી ઇજાગ્રસ્ત થયા બાદ મોડી સાંજ ના સમયે ધ્વજારોહણ કરવા જવાનું બંધ કરાયું હતું. મંદિરમાં છેલ્લી ધ્વજા ચઢાવવાનો સમય સાંજે 7 વાગ્યાનો છે. હાલમાં થયેલા અકસ્માતના લીધે ધ્વજાઆરોહણ કરતા અબોટી બ્રહ્મ સમાજ દ્વારા પ્રાંત અધિકારી સમક્ષ આવેદન આપી સમય મર્યાદામાં ધ્વજાઆરોહણ કરવામાં આવશે તેવુ જણાવવામાં આવ્યું હતું. જો સમય મર્યાદામાં ધ્વજાજી તેમને સોપવામાં નહી આવે તો તે ધ્વજાજી ચડાવવામાં નહી આવે તેવું જણાવવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે