અમદાવાદ : ઇન્ડિયન આર્મીનાં હેલિકોપ્ટર ભુજ એરબેઝ અને અમદાવાદની આસપાસ હંમેશા ઘુમતા રહેતા હોય છે. તેવામાં આજે નડિયાદના વીણા ગામે આર્મીના હેલિકોપ્ટર દ્વારા ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આર્મીના હેલિકોપ્ટરમાં બે ઉચ્ચ અધિકારીઓ પણ હતા. હેલિકોપ્ટર અચાનક ખેતરમાં ઉતરતા ગામના લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું. ગામના અને આસપાસનાં ગામના લોકો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા હતા. લોકો હેલિકોપ્ટર સાથે સેલ્ફીઓ લેવા લાગ્યા હતા. તો કેટલાક લોકો લાઇવ વીડિયો પણ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વધુ એક કદમ


જો કે આર્મીના જવાનો દ્વારા તમામ લોકોને દુર રહેવા માટેની તાકીદ કરવામાં આવી હતી. જેથી લોકો હેલિકોપ્ટરથી દુર જ રહ્યા હતા. ત્યાર બાદ આર્મી દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત આર્મીના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળેથી પોલીસ સાથે રવાના થયા હતા. આ ઉચ્ચ અધિકારીઓ કેવડિયાથી અમદાવાદ પરત ફરી રહ્યા હોવાનું પણ પ્રાથમિક રીતે સામે આવ્યું છે. હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગ બાદ સ્થાનિક પોલીસ દ્વારા નડિયાદના સર્કિટ હાઉસ ખાતે લઇ ગયા હતા. 


Gir Somnath: ગીર ગઢડામાં એવા લગ્ન સમારંભનું આયોજન કે આખા વિશ્વ મીડિયાનું ધ્યાન ખેંચ્યું


સ્થાનિક પોલીસને પણ હેલિકોપ્ટર અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો પણ પહોંચી ગયો હતો. તેમણે લોકોના ટોળા વિખેરી નાખ્યા હતા. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓને પણ ગવર્નમેન્ટ સર્કિટ હાઉસ ખાતે લઇ જવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સર્કિટ હાઉસ ખાતેથી તેઓ સીધા જ આર્મી કાફલા સાથે અમદાવાદ જવા માટે રવાના થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube