`તારે મરવું હોય તો મરી જા` કહેવું નફીસાના પ્રેમીને ભારે પડ્યું, આરોપી રમીઝ શેખની ધરપકડ
વડોદરાના ચકચારી નફીસા આત્મહત્યા કેસમાં અમદાવાદના દાણીલીમડાના આરોપી રમીઝ શેખની આત્મહત્યા માટે દુષ્પ્રેરણા ગુનામાં પોલીસે ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે, નફીસાની બહેન સુલતાનાએ રમીઝ શેખ વિરૂદ્ઘ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જ્યંતિ સોલંકી/વડોદરા: ગુજરાતમાં ફરી એકવાર ‘આયેશાવાળી’ ઘટનાનું પુનરાવર્તન થયું છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર વધુ એક યુવતીએ આપઘાત પહેલાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. બે દિવસ પહેલા રિવરફ્રન્ટ પર વીડિયો બનાવીને વડોદરાની યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ઘટનામાં યુવતીના આપઘાત પહેલાનો વીડિયો અને પરીવારજનોની ફરિયાદના આધારે વડોદરાની જે.પી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વડોદરાના ચકચારી નફીસા આત્મહત્યા કેસમાં અમદાવાદના દાણીલીમડાના આરોપી રમીઝ શેખની આત્મહત્યા માટે દુષ્પ્રેરણા ગુનામાં પોલીસે ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે, નફીસાની બહેન સુલતાનાએ રમીઝ શેખ વિરૂદ્ઘ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અગાઉ વડોદરાના તાંદલજાની નફીસા ખોખરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. નફીસાના મોત બાદ તેનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેણે અગાઉ અમદાવાદ રિવરફ્રન્ટ પર જઈને બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદમાં રહેતો શેખ રમીઝ અહેમદ નામના યુવકના પ્રેમમાં નફીસાએ આપઘાત કર્યો હતો. 25 વર્ષીય નફીસા વડોદરાના તાંદળજા વિસ્તારમાં આવેલ નુરજહા પાર્કમાં પરિવાર સાથે રહેતી હતી. તેના પરિવારજનોએ જે.પી પોલીસ સ્ટેશનમાં અમદાવાદના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યુવકે લગ્નની લાલચ આપી નફીસાને ફેરવી હતી અને પછી પ્રેમ સંબંધ તોડી નાંખતા નફીસામાં આઘાતમાં આવી હતી, જેથી તેણે આત્મહત્યાનુ પગલુ ભર્યુ હતુ.
અગાઉ આપઘાત પહેલા રિવરફ્રન્ટ પર વીડિયો બનાવ્યો હતો
નફીસાએ બે દિવસ પહેલા અમદાવાદ રિવર ફ્રન્ટ પર જઈને બે વાર આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. તે દરમિયાન તેણે પ્રેમમાં દગાનો વીડિયો પણ બનાવ્યો હતો. તેણે બે અલગ અલગ વીડિયો બનાવ્યા હતા. એક વીડિયોમાં તેણે રડતા રડતા કહ્યુ હતું કે, ‘‘રમીઝ તુમને મેરે સાથ બહુત બુરા કિયા હૈ, બહુત મતલબ બહુત બુરા કિયા હૈ, શાદી કા હા કહેકે મુઝે વટાતે રહે, આયે હી નહીં, એ તો ગલત હૈ ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. જિંદગીમે મેને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, ઓર તુમને યે કિયા મેરે સાથ. મુઝે ઇતના બડા ધોકા દિયા. મુઝે લગા તુમ સબસે અલગ હો, પર તુમ સબકે જૈસે હી હો. તમમે ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુજે નહીં આતા સમજ મે. તુમ્હારે ઘરવાલે ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખાથા વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.’’
અન્ય બીજા વીડિયોમાં નફીસાએ કહ્યુ હતું કે, ‘‘કિતની બુરી હાલત કરદી હૈ. ન ઘર કી ન ઘાટ કી. ચાર દિનો સે યહાં ભકટ રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મેને તો પુલીસ કો ભી નહીં બતાયા... મેં ક્યા બોલુ.’’
નફીસાએ બે વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
નફીસા બે વર્ષથી રમીઝ નામના યુવક સાથે સંપર્કમાં હતી. ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમ બંધાયો હતો. રમીઝ વડોદરાની કંપનીમાં નોકરી કરતો હતો. જ્યાં કામ દરમિયાન બંને સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
નફીસાના બહેન વાત કરતા રડી પડી
નફીસાની બહેને આ વિશે જણાવ્યુ કે, સજા એવી મળવી જોઈએ કે બીજી છોકરી સાથે આવુ ક્યારેય ન કરે. રમીઝે એવુ તો શુ કર્યુ કે તેણે દુખી થઈને જીવ આપી દીધો. અમે પોલીસ પાસે ગયા હતા તો તે ગોળગોળ જવાબ આપે છે. રમીઝના પરિવારજનોએ પણ તેને વહુ બનાવવાની વાત કરી હતી. પણ તે લોકો ફરી ગયા હતા. તેથી બે મહિનાથી નફીસા ટેન્શનમાં હતી. મારી બહેનને ન્યાય જોઈએ તેવુ જ અમે વિચારી રહ્યાં છીએ. હુ અમદાવાદથી તેને લઈ આવી હતી, ત્યારે અમારી છેલ્લીવાર તેની સાથે વાત થઈ હતી. અમે તેને રમીઝને છોડી દેવા કહ્યુ હતું. તે વારંવાર એક જ વાત કહેતી હતી કે રમીઝે તેની જિંદગી બરબાદ કરી નાંખી છે. મારી બહેને દવા પીધી હતી ત્યારે રમીઝના માતાપિતા મળવા આવ્યા હતા, હવે તેમના બધાના ફોન સ્વીચ ઓફ આવે છે.