રધુવીર મકવાણા/બોટાદ: બોટાદના નગીના મસ્જિદ પાસે આવેલ સંધિ વાડામાં 1 મહિલા સહિત 3 વ્યક્તિઓ પર અજાણ્યા શખ્શો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં બે વ્યક્તિઓનો સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. ઘટનાને અંજામ આપીને હુમલાખોર ફરાર થઇ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદમાં મસ્જિદ પાસે થયેલા હુમલામાં પિતા પુત્રના મોત થયા છે. જ્યારે મૃત્ય પામનારની પુત્રી સલમા અતિ ગંભીર રીતે ઘાયલ થતા વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા બોટાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને હત્યાનો ગુન્હો નોંધી હત્યારાઓને શોધી લેવા માટે તપાસનો દૌર શરૂ કર્યો છે. 


અમદાવાદમાં બે દિવસમાં બે જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના ફોન કોલ મામલે એકની ધરપકડ



અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 1 મહિલા સહિત 3 લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાંથી બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જાહેરમાં હત્યા કરીને અજાણ્યા શખ્સો ત્યાથી ફરાર થઇ ગયા હતા. પોલીસ દ્વારા હત્યાનો ગુન્હો નોંધીની વધુ તપાસ હાથ ધરી છે.